For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Oting Firing Incident : ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા નહોતી, આ રહ્યું 14 લોકોના મોતનું મુખ્ય કારણ

નાગાલેન્ડમાં 14 લોકોના મોતની ઘટના શા માટે અને કેવી રીતે બની તે અંગે જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. CNN News18 ને સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા નથી.

|
Google Oneindia Gujarati News

Oting Firing Incident : નાગાલેન્ડમાં 14 લોકોના મોતને કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો છે. આ ઘટના શા માટે અને કેવી રીતે બની તે અંગે જુદા જુદા દાવા કરવામાં આવી રહ્યા છે. CNN News18 ને સૂત્રોના હવાલાથી માહિતી મળી છે કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિદ્રોહી જૂથના લોકો ક્યાં જઈ રહ્યા છે, તે અંગે ઈન્સર્જન્સી ટાસ્ક ફોર્સ દ્વારા વિશ્વસનીય માહિતી આપવામાં આવી હતી.

નાગાલેન્ડના મોન જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા ગોળીબારની ત્રણ ઘટનાઓમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા હતા. પોલીસે રવિવારના રોજ જણાવ્યું હતું કે, ગોળીબારની પ્રથમ ઘટના કદાચ ખોટી ઓળખનો મામલો છે. ત્યારબાદ થયેલા રમખાણોમાં એક સૈનિકનું પણ મોત થયું હતું.

ગામલોકોએ બળવાખોરોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કર્યો હશે અને તેઓ માર્યા ગયા હશે - સુત્ર

ગામલોકોએ બળવાખોરોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કર્યો હશે અને તેઓ માર્યા ગયા હશે - સુત્ર

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને એજન્સીઓ દ્વારા ગુપ્ત માહિતીની તપાસ કરવી જરૂરી છે. જેમાં સેના અને ટાસ્ક ફોર્સ શામેલ છે. જો કે, ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે,છેલ્લી ઘડીએ કોઈએ બળવાખોરોને જાણ કરી હતી અને તેઓ સ્થાનિક લોકોને તે આંદોલનમાં ઘુસાડવામાં સફળ રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ટાસ્ક ફોર્સને જાણન હતી કે, સામાન્ય નાગરિકો તેમાં જોડાયા છે. આટલું જ નહીં આ દરમિયાન ઓપરેશનની યોજના પણ બનાવી લેવામાં આવી હતી. એવો પણ દાવો કરવામાં આવીરહ્યો છે કે, ગામલોકોએ બળવાખોરોને હુમલાથી બચાવવાનો પ્રયાસ કર્યો હશે અને તેઓ માર્યા ગયા હશે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે, આ લોકો સમયાંતરે નાગાઓનેસમર્થન આપતા રહે છે.

તપાસના અપાયા ઓર્ડર

તપાસના અપાયા ઓર્ડર

આ ઘટના અંગે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી'નો આદેશ આપતાં સેનાએ કહ્યું કે, આ દરમિયાન સેનાના એક જવાનનું મોત થયું હતું અને અન્ય ઘણા સૈનિકો ઘાયલ થયા હતા.

તેમણે કહ્યું કે, આ ઘટના અને તે બાદ જે બન્યું તે "અત્યંત ખેદજનક" છે અને જાનહાનિની​કમનસીબ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવી રહી છે.અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્ય સરકારે IGP નાગાલેન્ડની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે.

શું છે સમગ્ર ઘટના?

શું છે સમગ્ર ઘટના?

ફાયરિંગની પ્રથમ ઘટના ત્યારે બની જ્યારે કોલસાની ખાણના કેટલાક કામદારો શનિવારના રોજ સાંજે પીકઅપ વાનમાં ગીત ગાતા ઘરે પરત ફરી રહ્યા હતા.

સેનાનાજવાનોને પ્રતિબંધિત સંગઠન નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ-કે (NSCN-K) ના યુંગ ઓંગ જૂથના આતંકવાદીઓની હિલચાલ વિશે માહિતી મળીહતી અને આ ગેરસમજમાં આ વિસ્તારમાં કાર્યરત સૈન્યના જવાનોએ કથિત રીતે વાહન પર ગોળીબાર કર્યો હતો. જેમાં છ મજૂરોના મોત થયા હતા.

English summary
Oting Firing Incident : It was not a failure of the intelligence agencies, this was the main cause of death of 14 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X