For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળ અને ભૂટાન જવા માટે આધાર કાર્ડ કાફી છે, પરંતુ...

ગૃહ મંત્રાલયે 15 થી ઓછી ઉમર અને 65 થી વધારે ઉંમરના ભારતીયો માટે નેપાળ અને ભૂટાનની યાત્રા પર આધારકાર્ડને લીગલ ડોક્યુમેન્ટ રૂપે જાહેર કર્યું છે.

|
Google Oneindia Gujarati News

ગૃહ મંત્રાલયે 15 થી ઓછી ઉમર અને 65 થી વધારે ઉંમરના ભારતીયો માટે નેપાળ અને ભૂટાનની યાત્રા પર આધારકાર્ડને લીગલ ડોક્યુમેન્ટ રૂપે જાહેર કર્યું છે. આ બંને આયુ વર્ગ લોકો સિવાય બીજા ભારતીયો પાડોશી દેશની મુલાકાત માટે આધારકાર્ડનો ઉપયોગ નહીં કરી શકે. નેપાળ અને ભૂટાન જનાર ભારતીયો પાસે જો વિઝા નહીં હોય તો તેઓ પાસપોર્ટ, ભારત સરકાર ઘ્વારા જાહેર કરવામાં આવેલો એક ફોટો અને ઓળખ પત્ર અથવા ચૂંટણી આયોગ ઘ્વારા જાહેર કરવામાં આવેલું ચૂંટણી આઈડી કાર્ડ પણ ચાલી શકે છે.

આ પણ વાંચો: આધારમાં હવે નામ અને એડ્રેસ બદલવું મોંઘુ પડશે

આધારકાર્ડ લીગલ

આધારકાર્ડ લીગલ

આ પહેલા પોતાની નાગરિકતા સાબિત કરવા માટે 65 થી વધારે અને 15 વર્ષથી ઓછી ઉંમરના ભારતીયોને પોતાનું પેનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય સેવા કાર્ડ અથવા રાશન કાર્ડ બતાવવું પડતું હતું. પરંતુ આધારકાર્ડ ચાલતું ના હતું, જેને હવે લીગલ કરી દેવામાં આવ્યું છે.

ભૂટાન અને નેપાળ જવા માટે હવે આધાર કાર્ડને પણ આ લિસ્ટમાં જોડી દેવામાં આવ્યું

ભૂટાન અને નેપાળ જવા માટે હવે આધાર કાર્ડને પણ આ લિસ્ટમાં જોડી દેવામાં આવ્યું

ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભૂટાન અને નેપાળ જવા માટે હવે આધાર કાર્ડને પણ આ લિસ્ટમાં જોડી દેવામાં આવ્યું છે. તેમને આગળ જણાવ્યું કે 65 થી વધારે અને 15 વર્ષથી ઓછી ઉંમરના ભારતીયોને યાત્રા કરવા માટે હવે આધાર કાર્ડનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ભારત અને નેપાળ વચ્ચે યાત્રા

ભારત અને નેપાળ વચ્ચે યાત્રા

અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે 15 થી 18 વર્ષના બાળકોને સ્કૂલ પ્રિન્સિપાલ ઘ્વારા જાહેર કરવામાં આવેલા ઓળખપત્રને પ્રમાણપત્રના આધાર પર ભારત અને નેપાળ વચ્ચે યાત્રા કરવાની અનુમતિ આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ જો કોઈ પોતાના પરિવાર સાથે નેપાળ અને ભૂટાનની યાત્રા પર જઈ રહ્યા હોય તો તેમને સરકારી આઈડી બતાવવાની કોઈ જરૂર નથી. જેનો મતલબ છે કે પરિવારનો કોઈ એક સદસ્ય પોતાનું કાર્ડ બતાવીને આખા પરિવારને આ દેશોની યાત્રા કરાવી શકે છે.

English summary
over 65 and under 15 age of Indian can use Aadhaar card to visit Nepal, Bhutan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X