• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેપાળની સંસદમાં ઉઠ્યો યોગી આદિત્યનાથનો મુદ્દો, પીએમ ઓલી બોલ્યા- ધમકાવવા ના જોઈએ

By Staff
|

નવી દિલ્હીઃ બુધવારે નેપાળની સંસદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમત્રી યોગી આદિત્યનાથના નિવેદનને લઈ બહુ દલીલો થઈ. જેના જવાબમા નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ કહ્યું કે, યોગી આદિત્યનાથે નેપાળને ધમકી આપવી યોગ્ય નથી અને આ વિશે ભારત સરકારે તેમને કહી દેવું જોઈએ. જણાવી દઈએ કે યોગી આદિત્યનાથે કાળાપાણી મુદ્દે નેપાળની હરકતો વિશે કહ્યું હતું કે તેમણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તિબેટનો શું અંજામ થયો. હકીકતમાં તેમણે નામ લીધા વિના જ ચીનને લઈ નેપાળ સરકારને ચેતવણી આપવાની કોશિશ કરી હતી. પરંતુ નેપાળણાં હજી વામપંથી વિચારધારાની સરકાર છે, જેમાં ચીનની દખલઅંદાજી બહુ વધુ જણાવવામા આવી રહી છે.

આદિત્યનાથની ટિપ્પણી યોગ્ય નથીઃ ઓલી

આદિત્યનાથની ટિપ્પણી યોગ્ય નથીઃ ઓલી

બુધવારે નેપાળી સંસદમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ મામલો ઉઠાવવામા આ્યો. નેપાળા પીએમ કેપી શર્માએ યોગીનું નામ લઈને કહ્યું કે તેમને કહી દેવું જોઈએ કે નેપાળને ધમકી ના આપે. ઓલીએ આ વાત નેપાળની નીચલા સદન પ્રતિનિધિ સભામાં કહી છે ઓલીએ નેપાળ સંસદમાં કહ્યું, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથજીએ નેપાળ વિશે કેટલીક વાતો કહી છે. તેમની ટિપ્પણી અયોગ્ય છે. મોદી સરકારે તેમને અનુરોધ કરવો જોઈએ કે આવા મુદ્દા પર ટિપ્પણી ના કરવી જોઈએ અને તેમના અધિકાર ક્ષેત્રમાં નથી એ તેમને જણાવવું જોઈએ.

નવા નક્શા પર નેપાળી સંસદમાં મોહર લાગવાની તૈયારી

નવા નક્શા પર નેપાળી સંસદમાં મોહર લાગવાની તૈયારી

ઓલીએ કહ્યું કે જો ભારત વાતચીતમાં રસ દાખવે છે તો એક હળ ખોજવામાં આવી શકાય છે. તેમણે કહ્યું કે તેમની સરકારે ભારત સાથે કાળાપાણી વિવાદનો હલ કાઢવાની કોશિશ કરી છે, પરંતુ ભારતે યોગી આદિત્યનાથને કહેવું જોઈએ કે નેપાળે ધમકી આપવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે, 1961 અને 62થી ભારતે કાલાપાનીમાં પોતાની સેનાના જવાનોને તહેના કરી રાખ્યા છે. પરતુ તે જમીન અમારી છે. ભારત કૃત્રિમ કાળી નદીના આધાર પર આ ક્ષેત્ર પર પતાનો દાવો રાખઈ રહ્યું છે. તેમણે એ વિસ્તારમાં દેવી કાળીનું એક મંદિર પણ બનાવી લીધું છે, જ્યારે એ ક્ષેત્ર અમારું છે. પરતુ અમારો દાવો ઐતિહાસિક દસ્તાવેજો અને તથ્યો પર આધારિત છે. જણાવી દઈએ કે નેપાળઈ સંસદમાં તયાંના એક રાજનૈતિક નક્શમાં લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા કાનૂની રૂપે પોતાનો જણાવવા માટે બીજા સંવધાન સંશોધન પર ચર્ચા ચાલી રહી છે.

યોગી આદિત્યનાથે આવું કેમ કહ્યું હતું?

યોગી આદિત્યનાથે આવું કેમ કહ્યું હતું?

જણાવી દઈએ કે કાલાપાની ક્ષેત્ર પર નેપાળના દાવા વિશે યોગી આદિત્યનાથે પાછલા અઠવાડિયે કહ્યું હતું કે આપણા દેશની રાજનૈતિક સુમાઓ નક્કી કરતા પહેલા નેપાળને તેના પરિણામ વિશે વિચારી લેવું જોઈએ. તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે તિબ્બટની શું હાલત થઈ? યુપીના મુખ્યમંત્રીએ નેપાળની સાથે ભારતના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધનો હવાલો આપતા કહ્યું હતું કે ભારત અને નેપાળ ભે બે દેશ હોય, પરંતુ આ એક જ આત્મા છે. બંને દેશ વચ્ચે સદીઓ જૂનો સાંસ્કૃતિક સંબંધ છે, જે સીમાઓના બધનથી નક્કી નથી થઈ શકતો. તેમણે કહ્યું હું કે નેપાળની સરકારે આપણા સંબંધોના આધારે જ કોઈ ફેસલો કરવો જોઈએ. જો તેઓ ચેતશે નહિ તો તિબ્બટના હાલ કેવા થયા તે યાદ રાખવું જોઈએ.

શું છે કાળી નદીનો મુદ્દો

શું છે કાળી નદીનો મુદ્દો

હિમાલયના ક્ષેત્રમા કાલાપાની વિસ્તાર પોતાના સામરિક મહત્વના કારણે મહત્વનું થઈ જાય છે. અહીં નેપાળથી આ નદીના ઉદ્ભવને લઈ વિવાદ કરી રહ્યા છે. નેપાળો દાવો છે કે આ નદી હમાલયના ઉપરી વસ્તારમાં લિંપિયાધુરાથી નીકળે છે, જેના કારણે લિપુલેખ ઘાટી સહિત તે ત્રિકોણીય જમીન પર તેનો દાવો બને છે. જ્યારે ભારતનું કહેવું છે કે આ નદી લિંપિયાધુરાથી નહિ બલકે તેના નીચલા એક સ્થળેથી નીકળે છે. નેપાળની માનસિકતા પર સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે અચાનક ભારતીય વિસ્તારને પોતાનો ગણાવવો કેમ શરૂ કરી દીધો છે, એને ખબર જ છે કે નેપાળી જનતાને થોડા સમય માટે ભટકાવી શકાય છે, પરંતુ તેઓ આ જમીન ક્યારેય હાંસલ ના કરી શકે.

ઓલીના દમાગમાં કંઈક ખિચડી તો પાકી રહી છે

ઓલીના દમાગમાં કંઈક ખિચડી તો પાકી રહી છે

ઓળીએ નેપાળના સંસદમાં જે કંઈપણ કહ્યું છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે તેમના દમાગમાં ભારત સાથેની સીમાને લઈ કંઈક ઉથલપાથલ તો ચાલી રહી છે. તેમણે કહ્યું કે ભારત સાથે સીમા પર કંઈક બીજો વિવાદ પણ છે, વિશેષ રીતે યૂપી-બિહારના બોર્ડ પર સુસ્તામાં પરંતુ, હાલ તેમની સરકાર પહેલા કાલાપાની મુદ્દા પર ફોકસ કરી રહી છે. તેમણે કહ્યું કે કાલાપાનીને લઈ મુખ્ય વિવાદ છે અને અમને વિશ્વાસ છે કે અમે રાજનયિક રીતે અમારી જમીન પરત લેશું, કેમ કે અમારી પાસે આ સાબિત કરવા માટે સબૂત છે કે નેપાળ જ આ વિસ્તારનો અસલી માલિક છે.

J&K: બડગામમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, 5 દિવસમાં 14 આતંકી ઠાર

English summary
over yogi's statement nepali pm oli says don't threaten us
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more