INX મીડિયા કેસમાં ઈડી આજે પી ચિદમ્બરમની કરશે પૂછપરછ
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની આજે ઈડી આઈએનએક્સ મીડિયા કેસમાં પૂછપરછ કરશે. દિલ્લી કોર્ટે મંગળવારે ઈડીએ આ વાતની મંજૂરી આપી દીધી છે.
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરની આજે ઈડી આઈએનએક્સ મીડિયા કેસમાં પૂછપરછ કરશે. દિલ્લી કોર્ટે મંગળવારે ઈડીએ આ વાતની મંજૂરી આપી દીધી છે કે તે તિહાર જેલમાં પી ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયા કેસમાં પૂછપરછ કરી શકે છે એટલુ જ નહિ કોર્ટે એ પણ કહ્યુ છે કે જો જરૂર પડે તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. આ પહેલા મંગળવારે જામીન અરજીની અપીલ પર સુનાવણી દરમિયાન પી ચિદમ્બરમે કહ્યુ કે આ એવુ છે જેમ કે ઑપરેશન થઈ ગયુ છે પરંતુ દર્દીનું મોત થઈ ગયુ છે.

ચિદમ્બરના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યુ કે બધા આરોપીઓને જામીન આપી દેવામાં આવી છે પરંતુ દિલ્લીની કોર્ટે ચિદમ્બરની જામીન અરજી ફગાવી દીધી છે તે પણ માત્ર એ કારણે કે ચિદમ્બર સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યુ કે આ માત્ર તપાસ એજન્સીઓ પી ચિદમ્બરને કસ્ટડીમાં રાખવાનો ગેમ પ્લાન છે. દિલ્લી કોર્ટના વિશેષ જજ અજય કુમાર કુહારે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યુ કે ઈડીની આ અપીલ કે ચિદમ્બરને પૂછપરછ માટે કસ્ટડીની જરૂર છે તે અપરિપક્વ છે. કોર્ટે કહ્યુ કે ઈડીની અરજીને ત્યારે સ્વીકારવામાં આવશે જ્યારે ચિદમ્બરમની ડીઓઈ દ્વારા પીએમએલ એક્ટ 2002ની સેક્શન 19 હેઠળ ધરપકડ કરવામાં આવે.
તુષાર મહેતાએ જજને કહ્યુ કે તપાસ એજન્સીઓને ચિદમ્બરમની પૂછપરછ કરવાની મંજૂરી આપવી જોઈએ, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. તેમણે સૂચન આપ્યુ કે ચિદમ્બરમને અહલમદના રૂમમાં કે કોર્ટના ખાલી રૂમમાં પૂછપરછ કરવાની મંજૂરી આપવામાં આવે પરંતુ જજે આ સૂચનને ફગાવી દીધુ. કોર્ટે કહ્યુ કે આ યોગ્ય નથી કે ચિદમ્બરમની પહેલા પૂછપરછ કરવામાં આવે અને પછી તેમની ધરપકડ કરવામાં આવે.












Click it and Unblock the Notifications
