કેન્દ્રએ પેટાચૂંટણીના પરિણામોના કારણે ઘટાડ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવઃ પી ચિદમ્બરમ
કોંગ્રેસ સાંસદ પી ચિદમ્બરમે કહ્યુ કે દેશમાં હાલમાં જ પેટાચૂંટણીએ ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપ્યો છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ સાંસદ પી ચિદમ્બરમે કહ્યુ કે દેશમાં હાલમાં જ પેટાચૂંટણીએ ભારતીય જનતા પાર્ટીને ઝટકો આપ્યો છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવો ઘટાડ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે ટ્વિટ કરીને આ વાત કહી છે. પી ચિદમ્બરમે ગુરુવારે ટ્વિટમાં કહ્યુ કે અમે ઘણી વાર કહ્યુ છે કે ઈંધણની વધુ કિંમતો ટેક્સના કારણે છે કારણકે કેન્દ્ર સરકારે પોતાની લાલચમાં સતત કર વધારી રહી છે. હવે આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે. 30 વિધાનસભા અને ત્રણ લોકસભા સીટોની પેટાચૂંટણીનુ જે પરિણામ આવ્યુ તેના કારણે કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી દીધો છે.

પ્રિયંકાએ પણ સાધ્યુ કેન્દ્ર પર નિશાન
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકારના પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને ડરનુ પરિણામ જણાવ્યુ છે. મોદી સરકારના આ નિર્ણય પર કટાક્ષ કરીને પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે સરકારે ડરના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યુ કે આ દિલથી નહિ પરંતુ ડરથી લીધો છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ આને જુમલાનૉમિક્સ કહ્યુ છે. સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યુ, પહેલા 2021માં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 28 અને 26 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી દો અને ત્યારબાદ 5 અને 10 રૂપિયા ઘટાડી દો શું આને દિવાળી ગિફ્ટ કહેશો.
કેન્દ્રએ ઘટાડ્યો ટેક્સ
પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવો વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે. દિવાળીના એક દિવસ પહેલા સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી ઘડાવાનુ એલાન કર્યુ. કેન્દ્ર તરફથી કિંમતોમાં ઘટાડા બાદ નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. કેન્દ્રએ રાજ્યો પાસે વેટ ઘટાડવાની અપીલ કરી. ત્યારબાદ ઘણા રાજ્યોએ પણ વેટના દરોમાં ઘટાડાની ઘોષણા કરી દીધી. આમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, ઉત્તરાખંડ, ગોવા, કર્ણાટક, આસામ, મણિપુર અને ત્રિપુરા શામેલ છે.












Click it and Unblock the Notifications
