Padma Awards 2021: પદ્મ પુરસ્કારોની ઘોષણા, જાપાનના પૂર્વ પીએમને પદ્મ વિભૂષણ અપાશે
Padma Awards 2021: 72મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે આ વર્ષના પદ્મ પુરસ્કારોનું એલાન કરી દીધું છે. સરકારે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે, ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમ, સૈંડ કલાકાર સુદર્શન સાહૂ, પુરાતત્વવિદ બીબી લાલને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. જ્યારે સરકારે 10 લોકોને પદ્મ ભૂષણ માટે પસંદ કર્યા છે. આ વખતે 119 લોકોને પદ્મ સમ્માન મળશે. જેમાં 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 102 પદ્મ શ્રી પુરસ્કાર સામેલ છે.
પદ્મ વિભૂષણ
1. શિંજો આબે- પબ્લિક અફેર્સ, જાપાન
2. એસપી બાલાસુબ્રમણ્યમ- કલા, તમિલનાડુ
3. ડૉ બેલે મોનપ્પા હેગડે- મેડિસિન, કર્ણાટક
4. શ્રી નરિંદર સિંહ કપની સાયન્સ એન્ડ એન્જીનિયરિંગ, USA
5. મૌલાના વહીદુદ્દીન ખાન- આધ્યાત્મવાદ, દિલ્હી
6. બીબી લાલ- પુરાતત્વ, દિલ્હી
7. સુદર્શન સાહૂ- કળા, ઓરિસ્સા
પદ્મ ભૂષણ
8. કૃષ્ણ નાયર શાંતકુમારી- કળા, કેરળ
9. તરુણ ગોગોઈ- પબ્લિક અફેર્સ, આસામ
10. ચંદ્રશેખર મહાજન- પબ્લિક અફેર્સ, કર્ણાટક
11. સુમિત્રા મહાજન- પબ્લિક અફેર્સ, મધ્ય પ્રદેશ
12. નુપેંદ્ર મિશ્ર, સિવિલ સર્વિસ, ઉત્તર પ્રદેશ
13. રામ વિલાસ પાસવાન- પબ્લિક અફેર્સ, બિહાર
14. કેશુભાઈ પટેલ- પબ્લિક અફેર્સ, ગુજરાત
15. કલ્બે સાદિક- અધ્યાત્મવાદ, ઉત્તર પ્રદેશ
16. રજનીકાંત દેવીદાસ, ઉદ્યોગ, મહારાષ્ટ્ર
17. તરલોચન સિંહ, પબ્લિક અફેર્સ, હરિયાણા
પદ્મ એવોર્ડ જાહેર, 10 લોકોને મળ્યો પદ્મ ભૂષણ એવોર્ડ, જાણો પુરી યાદી
પદ્મ પુરસ્કાર દેશમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને પુરસ્કાર વિજેતાની ઉપલબ્ધિના માપદંડના આધારે ત્રણ શ્રેણિઓમાં સામેલ થાય છે. સર્વોચ્ચ પદ્મ વિભૂષણ, જે બાદ પદ્મ ભૂષણ અને અંતમાં પદ્મ શ્રી આપવામાં આવે છે. ગણતંત્ર દિવસની પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક યાદીનું નામકરણ પોલીસ અધિકારીઓ, રક્ષા કર્મચારીઓ અને બાળકોને જાહેર કરી, જેમને એક વિશેષ ક્ષેત્ર/ અનુશાસન, વીરતા અને બહાદુરીમાં અસાધારણ ઉપલબ્ધી માટે પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા.