For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની બોર્ડરમાં ઘૂસ્યું પાકિસ્તાની હેલિકોપ્ટર, જુઓ વીડિયો

ભારતની બોર્ડરમાં ઘૂસ્યું પાકિસ્તાની હેલિકોપ્ટર, જુઓ વીડિયો

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પુંછ સેક્ટરમાં રવિવારે પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર ઘૂસી આવ્યું, જેને પગલે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. સેના મુજબ પાકિસ્તાનનું એક હેલિકોપ્ટર ઈન્ડિયન એર સ્પેસનો ઉલ્લંઘન કરીને LoC પાર કરી પુંછ સેક્ટરમાં ઘૂસ્યું હતું. ભારતીય સીમામાં હેલિકોપ્ટર ઉડતું જોઈ ભારતીય સેનાએ તેને નીચે પાડવાના પ્રયત્નો કર્યા ત્યારે હેલિકોપ્ટર બચીને ભાગવામાં સફળ રહ્યું.

ભારતની સીમામાં ઘૂસ્યું પાકિસ્તાન હેલિકોપ્ટર

ભારતની સીમામાં ઘૂસ્યું પાકિસ્તાન હેલિકોપ્ટર

ડિફેન્સ સ્પોકપર્સન લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે, રવિવારે લગભગ 12.10 વાગ્યે એક સફેદ રંગનું પાકિસ્તાની હેલિકોપ્ટરે આપણા એર સ્પેસનો ઉલ્લંઘન કર્યો, જેને પીઓકે તરફ પરત જતા પહેલા કૃષ્ણા ગાટીની આજુબાજુમાં ઉડતું જોવામાં આવ્યું હતું.

ભારતીય સેનાએ હેલિકોપ્ટર પર ફાયરિંગ કર્યું

ભારતીય સેનાએ હેલિકોપ્ટર પર ફાયરિંગ કર્યું

સૂત્રોએ કહ્યું કે 15 મરાઠા લાઈટ ઇન્ફ્રેંટીની ભારતીય સેનાએ પાકિસ્તાનના હેલિકોપ્ટર પર નાની રેન્જના હથિયારથી ફાયરિંગ કરી તેને નીચે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે આ ફાયરિંગનો ઉદ્દેશ્ય પાયલટને ચેતાવણી આપવાનો હતો કે એમણે ખોટી જગ્યાએ ઘૂસણખોરી કરી છે.

શ્રીનગર: શોપિયાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદશ્રીનગર: શોપિયાં પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, એક પોલીસકર્મી શહીદ

જુઓ વીડિયો

ભારત અને પાકિસ્તાન બંને દ્વારા માન્યતા પ્રાપ્ત માપદંતો મુજબ હેલિકોપ્ટર નિયંત્રણ રેખાની એક કિલોમીટર અંદર ન આવી શકે. જ્યારે કેટલાંક ફિક્સ્ડ એરક્રાફ્ટ જ એલઓસીથી 10 કિમી અંદર સુધી આવી શકે છે, તે સિવાય કોઈપણ પ્રકારના વિમાનને સીમાની અંદર આવવાની મંજૂરી નથી હોતી. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ભારતીય સીમામાં 300 મીટરની ઉંચાઈ પર પાકિસ્તાનનું હેલિકોપ્ટર ઉડતું જોવા મળ્યું હતું. બંને દેશ વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે એવા સમયે આ હેલિકોપ્ટરે ઘૂસણખોરી કરી હતી. અહીં જુઓ વીડિયો

સર્જિકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધો સર્જિકલ સ્ટ્રાઈક ડે પર રાજનાથઃ BSF જવાન સાથેની બર્બરતાનો ભારતે બદલો લીધો

English summary
Pak Helicopter Violates Indian Airspace, Tried To Shoot It Down
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X