For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકનું LoC પર ફરી ફાયરિંગ; ભારતનો વળતો જવાબ

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 10 ઓગસ્ટ : શુક્રવારની મધ્યરાત્રિ બાદ એટલે કે 10 ઓગસ્ટે સવારે 2 વાગ્યાની આસપાસ પાકિસ્તાને નિયંત્રણ રેખા (લાઇન ઓફ કન્ટ્રોલ - એલઓસી) પર સંઘર્ષ વિરામ (સીઝ ફાયર)નું ઉલ્લંઘન કરીને સરહદ પર ફરી એક વાર ગોળીબાર (ફાયરિંગ) કર્યું છે. પાકિસ્તાનની આ હરકત પર ભારતે પણ વળતો જવાબ આપ્યો છે.

પૂંચ સેક્ટરના ખરી કરમા વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થયું હોવાના સમાચાર મળ્યા છે. આ ફાયરિંગ રાત્રે 2 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું છે. જે પોસ્ટિંગ્સ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તેના નામ રોશની અને તતાપાની છે. આ ઉપરાંત પૂંચના દેગવાર વિસ્તારમાં પણ રાત્રે બે વાગ્યાથી પાકિસ્તાન તરફથી અટકી અટકીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

loc-india-pak

ઉલ્લેખનીય છે કે સોમવારે મોડી રાત્રે પાકિસ્તાનના લશ્કરના જવાનોએ ભારત સામે ફાયરિંગ કરતા ભારતીય લશ્કરના 5 જવાનો શહીદ થયા હતા. હવે શુક્રવારે રાત્રે ફરી એકવાર પાકિસ્તાને એલઓસી પર સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કર્યું છે. જેના કારણે ભારતીય જવાનોએ વળતો જવાબ આપ્યો છે.

English summary
Pakistan again firing on LoC; India gave answer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X