પાકિસ્તાને ફરી કરી અળચંડાઇ, ગોળીબારીમાં એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર પાકિસ્તાની ગોળીબારમાં મંગળવારે એક સૈનિક શહીદ થયો હતો, જ્યારે મેજર સહિત બે સૈનિકો ઘાયલ થયા હતા. મંગળવારે રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખાની બાજુમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ અને મોર્ટારથી હુમલો કરવામાં આવ્યો હતો. સૈન્ય અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાની તરફથી ગોળીબાર સુંદરબાની સેક્ટરમાં થયો હતો. ભારતીય સેનાએ આ અંગે મુંહતોડ જવાબ આપ્યો હતો.
મંગળવારે મોડીરાતે રાજોરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં આવેલા માલામાં પાકિસ્તાની સેના તરફથી એલઓસીને સૈન્ય ચોકીઓને નિશાન બનાવીને ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં સેનાની 17 મદ્રાસ રેજિમેન્ટના મેજર, હવાલદાર સહિત ત્રણ સૈનિકો ગંભીર રીતે ઘવાયા હતા. તેમને અખનૂરની આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સેનાના 16 કોર્પ્સના સૈનિક નાઇક અનીશ થોમસ શહીદ થયા હતા.
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ઉશ્કેરણી કર્યા વિના સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું અને નાના હથિયારોથી ફાયરિંગ કર્યું હતું અને મોર્ટાર ચલાવ્યા હતા. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું. તેના ત્રણ સૈનિકો માર્યા ગયા, બે ચોકી અને સંદેશાવ્યવહાર ટાવરો નાશ પામ્યા. ઓછામાં ઓછા પાંચ સૈનિકો પણ ઘાયલ થયા છે. મોડી રાત સુધી બંને બાજુ આગ ચાલુ રહી હતી. તે જ સમયે, પાકિસ્તાની સેનાએ મંગળવારે બપોરે પાલનવાલા સેક્ટરના કેરી અને બટ્ટલમાં એલઓસી પર ફાયરિંગ કરતી વખતે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. તેને સૈન્ય તરફથી યોગ્ય જવાબ પણ આપવામાં આવ્યો હતો.
નોટબંધી: તિરૂપતિ બાલાજી મંદીરમાં ભક્તે દાન કર્યા 50 કરોડની જુની નોટ, TTDએ કેન્દ્રને લગાવી ગુહાર