For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક સેનાની બેટ ટીમે બીએસએફ જવાનના મૃતદેહ સાથે કરી બર્બરતા

પાકિસ્તાને ફરીથી એક વાર હ્રદય કંપાવી દેનારી ઘટનાને અંજામ આપ્યો છે. પાકિસ્તાન સેના તરફથી એક ભારતીય જવાનના શબ સાથે છેડછાડ કરવાના સમાચાર છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાને ફરીથી એક વાર હ્રદય કંપાવી દેનારી ઘટનાને અંજામ આપ્યો છે. પાકિસ્તાન સેના તરફથી એક ભારતીય જવાનના શબ સાથે છેડછાડ કરવાના સમાચાર છે. આ જવાન થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગયો હતો અને બાદમાં જવાનનું શબ મંગળવારે જમ્મુ સ્થિત ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મળી આવ્યુ હતુ. ન્યૂઝ એજન્સી પીટીઆઈ તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

india-pak border

સર્ચ પાર્ટીને બોર્ડર પર મળ્યુ શબ

મૃત જવાનના શબ સાથે પાકિસ્તાનની સેનાએ બર્બરતા કરી છે અને તેનું માથુ કાપવાની પણ કોશિશ કરી. પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ (બેટ) દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ જવાન પર હુમલો કરીને તેની પાસેના હથિયારો લૂંટી લેવામાં આવ્યા. ત્યારબાદ આ જવાનનું ગળુ કાપવામાં આવ્યુ. જવાનના શબને ચાકુઓથી છૂંદી નાખવામાં આવ્યુ. તેના શરીર પર ઘણી ઈજાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે. પાક આર્મીની નિર્દયતા આટલેથી રોકાઈ નહિ. પાક સ્નાઈપરે તેને ગોળી મારી અને બાદમાં જવાનનું માથુ, ધડથી અલગ કરવાની પણ કોશિશ કરવામાં આવી.

આ પણ વાંચોઃ અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારતને મોટી સફળતા, મિડલમેન ભારતને સોંપવાનો ચૂકાદોઆ પણ વાંચોઃ અગસ્તા વેસ્ટલેન્ડ મામલે ભારતને મોટી સફળતા, મિડલમેન ભારતને સોંપવાનો ચૂકાદો

પીટીઆઈએ એક સીનિયર અધિકારીના હવાલાથી જણાવ્યુ કે સર્ચ પાર્ટીને જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે જે સમયે બીએસએફ જવાન ફેંસિંગની નજીકના વિસ્તારમાં સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે જવાન પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો. ત્રણ દિવસ પહેલા જમ્મુના રાજૌર સેક્ટરમાં સ્થિત નૌશેરામાં પણ પાકિસ્તાન સેના તરફથી થયેલા ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો હતો. પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પર સ્થિત ફોરવર્ડ પોસ્ટ પર ફાયરિંગ કરી હતી. પાકની આ ફાયરિંગનો સેના તરફથી આકરો જવાબ આપવામાં આવ્યો હતો.

English summary
Pakistan army brutally killed BSF jawan, attempted to behead him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X