For Quick Alerts
For Daily Alerts
સીમા પર પાક. કરી રહ્યું છે જબરદસ્ત ફાયરિંગ, બીએસએફ કર્યો વળતો પ્રહાર
ગુરુવાર સાંજથી જ એલઓસી પર પાકિસ્તાન જબરદસ્ત ફાયરિંગ કરી રહ્યું છે. પાકની તરફથી થઇ રહેલા આ સીઝફાયરિંગનો વળતો પ્રહાર ભારતીય સેના આપી રહ્યું છે. નોંધનીય છે કે ઉરી આતંકી હુમલા અને તે પછી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકથી ભારત પાકિસ્તાનના સંબંધો વધુ તનાવપૂર્ણ થયા છે.
બીએસએફના એડીજી અરુણ કુમારે જણાવ્યું કે ગત 24 કલાકમાં બીએસએફે જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનના 15 રેજર્સને મારવામાં આવ્યા છે. વળી જવાબી કાર્યવાહીમાં પાક રેન્જર્સની શરકગઢ ચેકપોસ્ટ પણ નષ્ટ થઇ ચૂકી છે. અને ત્યાં અનેક ઘરોમાં પણ આગ લાગી છે.
જો કે આ ફાયરિંગમાં બે ભારતીય જવાનો પણ શહીદ થયા છે. વધુમાં સ્થાનિક લોકો પણ આ ફાયરિંગના કારણે ભયભીત થઇ ગયા છે. નોંધનીય છે કે હીરાનગા સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગના કારણે 12 વર્ષીય બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.