આર્મી ડે પર LOC પર મોટી કાર્યવાહી, પાક.ના 7 જવાનોને માર્યા

Written By:
Subscribe to Oneindia News

આર્મી ડે પર ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામના ઉલ્લંઘનના જવાબમાં ભારતીય સેનાએ પણ ગોળબાર કર્યો હતો, જેમાં પાકિસ્તાની સેનાના 7 જવાનોનું મૃત્યુ થયું હતું. પુંછ સેક્ટરમાં ભારતીય સેના તરફથી જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો, ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે, પાકિસ્તાનની સેનાએ ચાર પાકિસ્તાની જવાનોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. પાકિસ્તાનની સેના તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોટલી સેક્ટરના જાંદ્રોટમાં એલઓસી પર પાકિસ્તાનના ચાર જવાનોનું મૃત્યુ થયું છે.

Indian Army

પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ પહેલાં 70મા સેના દિવસ નિમિત્તે થલસેના અધ્યક્ષ બિપિન રાવતે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવતા યુદ્ધવિરામના ઉલ્લંઘનનો અમે પ્રભાવશાળી રીતે જવાબ આપીએ છીએ. જો અમે વિવશ થયા તો અમારા દુશ્મન વિરુદ્ધ મોટા પગલા પણ લઇ શકીએ છીએ. તેમણે પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનની સેના ઘુસણખોરોની મદદ કરે છે, જો અમને મજબૂર કરવામાં આવ્યા તો અમે કડક કાર્યવાહી કરીશું. તેમણે જવાનોને ચેતવતા કહ્યું કે, સોશ્યલ મીડિયાનો ઉપયોગ અમારી વિરુદ્ધથઇ રહ્યો છે, આપણે સોશ્યલ મીડિયાનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.

English summary
Pakistan Army soldiers killed along LOC in Jandrot, Kotli sector, Pakistan Army statement.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.