પાકિસ્તાને આતંકીઓને નકલી રૂપિયા પહોંચાડવા માટે ષડયંત્ર રચ્યું
ભારતે પાકિસ્તાન પર નકલી ભારતીય ચલણી નોટો નેપાળ, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં રાજદ્વારી ચેનલોનો ગેરઉપયોગ કરીને લાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને નાણાં આપવા માટે વધુ સારી ગુણવત્તાની બનાવટી નોટોનું ઉત્પાદન, દાણચોરી અને પ્રસાર શરૂ કર્યું છે.
કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે, પાકિસ્તાનથી મોટી સંખ્યામાં બનાવટી નોટો વર્ષ 2016 પહેલાના નેટવર્ક અને ચેનલો દ્વારા વ્યવસ્થિત રીતે ભારતમાં લાવવામાં આવી રહી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસ-ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ) નકલી નોટના પાછલા વર્ઝનની તુલનામાં ગુણવત્તાવાળી નોટોનું નિર્માણ કરવામાં સફળ રહી છે.
એએનઆઈના જણાવ્યા અનુસાર યુનુસ અન્સારીને આ વર્ષે મે મહિનામાં 3 પાકિસ્તાની નાગરિકો સાથે નેપાળના કાઠમંડુ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી, જે ડી-કંપની સાથે સંકળાયેલ છે. તેની પાસેથી 76.7 મિલિયન નકલી ભારતીય ચલણી નોટો મળી આવી હતી.
22 સપ્ટેમ્બરના રોજ પંજાબ પોલીસે ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ (કેઝેડએફ) પાસેથી 1 કરોડની નકલી નોટો મળી હતી. આ આતંકવાદી જૂથ પાસેથી ચીની બનાવટના પાકિસ્તાની ડ્રોન દ્વારા 5 એકે 47 રાઇફલ્સ, 30 બોરની પિસ્તોલ, 9 હેન્ડ ગ્રેનેડ, 5 સેટેલાઇટ ફોન, 2 મોબાઇલ ફોન અને 2 વાયરલેસ સેટ પણ મળી આવ્યા હતા.
નેપાળ અને બાંગ્લાદેશ ભારતમાં નકલી નોટો મોકલવા માટેના મુખ્ય કેન્દ્રો છે. સપ્ટેમ્બરમાં, ઢાકામાં પોલીસે 4.95 મિલિયનની નકલી નોટો જપ્ત કરી હતી. દુબઈ સ્થિત સલમાન શેરાએ આ પાર્સલ સિલેત બાંગ્લાદેશ મોકલ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે સલમાન શેરા પાકિસ્તાનના આઈએસઆઈ સાથે સંકળાયેલા કુખ્યાત અસલમ શેરાનો પુત્ર છે. અસલમ 90 ના દાયકાથી બનાવટી ચલણના વ્યવસાયમાં સક્રિય હતો.
હવે ઈમરાન ખાને જાતે ઘૂસણખોરીની વાત સ્વીકારી, કહ્યું - Loc પાર ન કરો