For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાન: ક્વેટામાં પ્રેસ ક્લબ પાસે વિસ્ફોટ, 7 લોકોનાં મોત
પાકિસ્તાનના ક્વેટામાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે. વિસ્ફોટમાં 20 લોકો ઘાયલ થયા છે, જેની ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તાએ કહ્યું છે કે વિસ્ફોટ ક્વેટા પ્રેસ ક્લબ નજીક થયો હતો.
સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે કે બ્લાસ્ટને કારણે નજીકની પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને હુમલાખોરોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
અરવિંદ કેજરીવાલે ત્રણ વિભાગનું કર્યું વિભાજીત, પોતાની પાસે ન રાખ્યો કોઇ વિભાગ