For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેટલીની પાકિસ્તાનને ચેતવણી, મોદી પર ચોતરફી પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 ઓક્ટોબર: પાકિસ્તાન તરફથી વારંવાર સીઝફાયરના ઉલ્લંઘન પર રક્ષા મંત્રી અરૂણ જેટલીએ કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે પાકિસ્તાન જો પોતાની હરકતોથી બાજ નહીં આવે તો તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. અને હજી સુધી પાકિસ્તાનને આનો સંદેશ પણ મળી ગયો હશે. જોકે પાકિસ્તાનને આની પર વળતી પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે અમે પણ સક્ષમ છીએ.

રક્ષા મંત્રીએ સ્પષ્ટતા કરી દીધી છે કે ભારત એક જવાબદાર અને શાંતિપ્રિય દેશ છે, ક્યારેય અન્ય દેશ પર હુમલો નથી કરો, પરંતુ અમે અમારી સુરક્ષા માટે જવાબી કાર્યવાહી કરીશું. જેટલી અનુસાર બીએસએફ અને સેના સામાન્ય લોકોની રક્ષા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે છે. સાથે જ સેના સીમા બદલવાની કોઇ પણ કોશિશને નિષ્ફળ કરી દેશે.

જેટલીએ જણાવ્યું કે સીઝફાયર ઉલ્લંઘનની આડમાં પાકિસ્તાન ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યું છે. જેટલીએ જણાવ્યું કે પાકિસ્તાનની કોશિશ અશાંતિ ફેલાવવાની છે. છેલ્લા ઘણા દિવસોમાં પાકિસ્તાને સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં ઘણા નાગરિકોના મોત થયા છે. ભારતે પણ જવાબી ફાયરિંગ કર્યું છે, જેમાં ઘણા પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે. આના કારણે બંને દેશોની સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઇ છે.

જેટલીએ પાકિસ્તાનને કડક ચેતાવણી આપતા જણાવ્યું કે જો શાંતિ બનાવી રાખવી હોય તો પાકિસ્તાન તુરંત ફાયરિંગ બંધ કરે. નહીં તો તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે. જેટલીએ જણાવ્યું કે ફાયરિંગની શરૂઆત પાકિસ્તાને કરી છે માટે પાકિસ્તાને પહેલા ફાયરિંગ રોકવી પડશે ત્યારે માહોલ શાંત થશે.

અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનની હરકતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચોતરફથી પ્રહારો કરવામાં આવી રહ્યા છે. જુઓ કોણે કોણે શું કહ્યું...

આનંદ શર્મા, કોંગ્રેસ

આનંદ શર્મા, કોંગ્રેસ

કોંગ્રેસે મોદી પ્રહાર કરતા જણાવ્યું છે કે સરહદ પર પાકિસ્તાન દ્વારા નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી રહ્યું છે અને વડાપ્રધાન ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. ચલો જેટલીજીએ તો કંઇ કહ્યું.

શકીલ અહેમદ, કોંગ્રેસ

શકીલ અહેમદ, કોંગ્રેસ

કોંગ્રેસી નેતા શકીલ અહેમદે પણ જણાવ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાની, આંખમાં આંખ મીલાવીને વાત કરવાની વાતો કરતા હતા. હવે તેમની 56 ઇંચની છાતી ક્યાં ગઇ, શું તે 5.6 ઇંચની થઇ ગઇ છે.

રાજ ઠાકરે, મનસે

રાજ ઠાકરે, મનસે

મોદીના શુભચિંતક રાજ ઠાકરેએ પણ વડાપ્રધાન મોદી પર સવાલિયા નિશાન તાક્યા છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મહારાષ્ટ્ર અને હરિયાણામાં સભાઓ કરી રહ્યા છે અને સરહદ પર આપણા જવાનો શહીદ થઇ રહ્યા છે. જવાનો કોંગ્રેસના રાજમાં પણ શહીદ થતા હતા અને ભાજપના રાજમાં પણ થઇ રહ્યા છે. મોદીએ દેશ તરફ ધ્યાન આપવું જોઇએ હવે તેઓ વડાપ્રધાન છે.

રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ

રાહુલ ગાંધી, કોંગ્રેસ ઉપાધ્યક્ષ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે આપણા વડાપ્રધાન ચીનના રાષ્ટ્રપતિને હિંડોળે જુલાવી રહ્યા હતા અને બીજી તરફ હજારો ચીની સૈનિકો આપણી સરહદમાં ઘુસણખોરી કરી રહ્યા હતા.

રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી

રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી

ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે પાકિસ્તાનના સિઝફાયર ઉલ્લંઘન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંઇ કહેવાની જરૂર નથી કારણ કે સીમા પર બીએસએફના જવાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

નવાઝ શરીફે બોલાવી સુરક્ષા કમિટિની બેઠક

નવાઝ શરીફે બોલાવી સુરક્ષા કમિટિની બેઠક

ભારત દ્વારા જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે સુરક્ષા કમિટિની બેઠક બોલાવી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર પાકિસ્તાન હુકુમત ભારત વિરુદ્ધ રણનીતિ બનાવવામાં લાગી ગયું છે.

English summary
Pakistan to pay "unaffordable" price for Kashmir firing: Arun Jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X