For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને નવાજ શરીફે યાદ અપાવ્યો 1999નો દૌર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendramodi-nawazsharif
નવી દિલ્હી, 27 મે: પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી નવાજ શરીફે ભારતીય વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જ્યારે મુલાકાત કરી તો તેમણે પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના શાસનકાળનો તે દૌર યાદ અપાવ્યો જે તેમણે વર્ષ 1999માં લાહોર બસ યાત્રાની સાથે શરૂ કર્યો હતો. મંગળવારે જ્યારે નવાજ શરીફ પાકિસ્તાન રવાના થતાં પહેલાં ભારતીય મીડિયા સાથે વાતચીત કરી રહ્યાં હતા ત્યારે તેમણે આ વાત કહી.

ઇદ પર પાકિસ્તાન આવે મોદી
નવાજ શરીફે ઘણા કલાકો સુધી મીડિયાને રાહ જોવડાવી અને જેવા મીડિયા તે મીડિયા સમક્ષ આવ્યા તેમણે તેના માટે માફી પણ માંગી. નવાજ શરીફે કહ્યું કે તેમણે દિલ્હી આવીને ખૂબ ખુશ થયા.

આ ઉપરાંત નવાજ શરીફ તરફથી નરેન્દ્ર મોદીને ઇદના અવસર પર પાકિસ્તાન આવવાનું નિમંત્રણ પણ આપવામાં આવ્યું છે. નવાજ શરીફના અનુસાર નરેન્દ્ર મોદીએ તેમને પોતાના શપથ ગ્રહણમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમનું આમંત્રણ મેળવીને ખૂબ આનંદ થયો.

નવાજ શરીફે નરેન્દ્ર મોદીની સાથે પોતાની મુલાકાતને બંને દેશો માટે ઐતિહાસિક તક ગણાવી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની સાથે મુલાકાતની સાથે જ બંને દેશોના સંબંધોમાં નવો અધ્યાય જોડાઇ ગયો છે.

ફરી પુનરાવર્તિત કરવામાં આવે 1999ની કહાણી
વર્ષ 1999માં જ્યારે અટલ બિહારી વાજપાઇ દેશના વડાપ્રધાનમંત્રી હતા તો તે દિલ્હીથી બસ લઇને લાહોર રવાના થયા હતા. નવાજ શરીફનું માનીએ તો એક પળ બંને દેશો માટે એકદમ મહત્વપૂર્ણ પળ બની ગયો હતો પરંતુ શાંતિની જે પ્રક્રિયા શરૂ થઇ હતી તે આગળ વધી શકી નહી.

નવાજ શરીફે મંગળવારે જ્યારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તો તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે અટલ બિહારી વાજપાઇના દૌરમાં જે વાત છૂટી ગઇ હતી, તેના પર ફરીથી આગળ વધારવામાં આવે. નવાજ શરીફના અનુસાર નરેન્દ્ર મોદી સાથે મળીને તે તેમને નજીકથી જાણી શકે અને તેમને આશા છે કે તે બંને દેશોને સંબંધોમાં સ્થિરતા લાવવાની દિશામાં કામ કરશે.

બંને દેશોનો એક એંજડા
નવાજ શરીફના અનુસાર ભારત અને પાક્સિતાન બંને દેશોનો એંજડા એક જ છે અને બંને જ દેશ વિકાસ અને એંજડા પર આગળ વધવા માંગે છે. નવાજ શરીફના અનુસાર શાંતિ અને સુરક્ષા માટે બંને દેશોને સ્થિરતા લાવવી પડશે ના અસુરક્ષાની ભાવના. આ ઉપરાંત નવાજ શરીફ એમ કહેવાનું ચૂક્યા નહી કે ટકરાવને સહયોગ સાથે બદલવામાં આવે અને આરોપ લગાવવામાં ન ફસાઇ જાય.

English summary
Pakistan PM Nawaz Sharif brief Indian media on his meeting with Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X