• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફને ભારત ક્યારેય માફ નહિ કરી શકે

|

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝની આજે તેમના દેશ પહોંચતા જ ધરપકડ કરી લેવામાં આવશે. નવાઝ ત્રણ વાર પાકિસ્તાનના પીએમ રહી ચૂક્યા છે અને જ્યારે જ્યારે તે ઈસ્લામાબાદ પહોંચ્યા ત્યારે ભારત પર આની ઊંડી અસર પડી છે. પહેલી વાર પીએમ બનતા જ તેમણે કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો હતો અને અફઘાનિસ્તાનમાં પણ દખલ દેવાનું શરૂ કર્યુ. ભારત ક્યારેય નવાઝને માફ નહિ કરી શકે. નવાઝ પાકિસ્તાનના કદાચ એક એવા પ્રધાનમંત્રી રહ્યા છે જેમણે હંમેશા એક મહોરુ પહેરી રાખ્યુ હતુ. તે જ્યારે ભારતના પીએમ કે બીજા કોઈ નેતાને મળતા તો શાંતિની વકીલાત કરતા જોવા મળતા પરંતુ આઈએસઆઈ અને સેના આગળ હંમેશા સૂર બદલી દેતા. નવાઝ ક્યાંક ને ક્યાંક ભારત માટે એક વિલન તરીકે જ રહ્યા છે. જાણો કે અમે આવુ કેમ કહી રહ્યા છે.

પહેલી વાર પીએમ બનતા કાશ્મીર ઘાટીમાં વધ્યો આતંકવાદ

પહેલી વાર પીએમ બનતા કાશ્મીર ઘાટીમાં વધ્યો આતંકવાદ

પહેલી વાર નવાઝ વર્ષ 1990 થી 1993 સુધી પાકિસ્તાનના પીએમ રહ્યા. પહેલી વાર નવેમ્બર 1990 માં તેમણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદની જવાબદારી સંભાળી હતી. જો ધ્યાન આપવામાં આવે તો આ એ સમય હતો જ્યારે કાશ્મીરમાં આતંકવાદ અને કટ્ટરપંથીઓએ પોતાના પગ પસારવા શરૂ કરી દીધા હતા. 90 ના દશકમાં જ્યારે કાશ્મીરમાં આતંકવાદે માથુ કાઢી દીધુ હતુ ત્યારે ભારત તરફથી ઘણી વાર પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈને આના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા પરંતુ પાકિસ્તાન સરકારે આના પર કોઈ ધ્યાન આપ્યુ નહિ અને આઈએસઆઈ પર કોઈ કડકાઈ પણ વર્તી નહિ. જ્યારે ઘાટીમાં આતંકવાદ પગ પસારી રહ્યો હતો ત્યારે નવાઝ આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા.

મુંબઈમાં બ્લાસ્ટ અને ઈસ્લામાબાદમાં પીએમ નવાઝ

મુંબઈમાં બ્લાસ્ટ અને ઈસ્લામાબાદમાં પીએમ નવાઝ

માર્ચ 1993 માં ભારતની આર્થિક રાજધાની મુંબઈ એક પછી એક સીરિયલ બ્લાસ્ટથી હચમચી ઉઠી હતી. પહેલી વાર વિશેષજ્ઞોએ માન્યુ કે આઈએસઆઈ અને પાકિસ્તાનની સેનાએ કાશ્મીરથી બહાર હવે ભારતના બીજા સ્થળોએ હુમલા કરવાના શરૂ કરી દીધા છે. આ બોમ્બ ધમાકાને જો કે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમે અંજામ આપ્યો હતો પરંતુ કહેવાય છે કે આઈએસઆઈ એ આમાં બધી મદદ કરી. મુંબઈમાં જ્યારે બ્લાસ્ટ થઈ રહ્યા હતા ત્યારે નવાઝ પાકિસ્તાનમાં આંતકરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે તે જ વર્ષે જાન્યુઆરીમાં બોમ્બ ભારત આવવા શરૂ થયા હતા. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટાયેલા બિલ ક્લિન્ટને પાકિસ્તાનને છ માસનો સમય આપ્યો હતો કે તે પોતાના વલણમાં સુધારો કરે નહિ તો તેને આતંકી દેશ ઘોષિત કરી દેવામાં આવશે. ધમાકા બાદ પીએમ નવાઝ પર દબાણ બહુ વધી ગયુ હતુ કારણકે દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનમાં માત્ર શરણ નહોતી મળી પરંતુ તેને સુરક્ષા પણ આપવામાં આવી હતી.

કારગિલ વૉર સમયે હતા પ્રધાનમંત્રી

કારગિલ વૉર સમયે હતા પ્રધાનમંત્રી

મે 1999 માં નવાઝ શરીફ જ્યારે પાકના પ્રધાનમંત્રી હતા ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રીજુ યુદ્ધ એટલે કે કારગિલ વૉર શરૂ થઈ ગયુ. નવાઝ શરીફે ઓક્ટોબર 1998 માં પરવેઝ મુશર્રફને પાક આર્મીના પ્રમુખ નિયુક્ત કર્યા હતા. કેટલાક વિશેષજ્ઞોની માનીએ તો નવાઝ શરીફ કારગિલ વૉરની બ્લૂપ્રિન્ટથી વાકેફ હતા પરંતુ નવાઝ હંમેશાથી ઈન્કાર કરતા આવ્યા છે. નવાઝની માનીએ તો તેમને આ વિશે કોઈ જાણકારી નહોતી. તેમને આના વિશે ત્યારે ખબર પડી જ્યારે તે સમયે ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એક અરજન્ટ કોલ કરીને તેમનો સંપર્ક કર્યો. વળી, જો મુશર્રફની વાત પર વિશ્વાસ કરીએ તો નવાઝ શરીફે જ કારગિલ યુદ્ધની યોજના વિશે તેમની સાથે વાત કરી હતી. મુશર્રફે એક પુસ્તકના લેખકને જે વાત કહી તે મુજબ મુશર્રફ ઉપરાંત શરીફ અને ત્રણ જનરલને આ યોજના વિશે જાણ હતી. મુશર્રફની વાતો પર વિશ્વાસ કરીએ તો શરીફને 19 ફેબ્રુઆરી 1999 ની વાજપેયીની લાહોર યાત્રાના 20 દિવસ પહેલા જ કારગિલ ઓપરેશન વિશે બધી જાણકારી આપી દેવામાં આવી હતી.

English summary
Pakistan's former Prime Minister Nawaz Sharif has served the nation thrice. India was witnessing from terrorism to underworld.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more