For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા 2019માં ગડબડી કરી શકે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISI

લોકસભા 2019માં ગડબડી કરી શકે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનની લોકસભા ચૂંટણીમાં ઈમરાન ખાનની પાર્ટી જીતી તે પહેલા આરોપ લાગ્યો હતો કે પાકિસ્તાનની સેના અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ચૂંટણીમાં ઈમરાન ખાનના પક્ષમાં હસ્તક્ષેપ કર્યો હતો. અગાઉ એક ખુલાસો થયો હતો કે 2016માં પાકિસ્તાની હેકર ભારતીય સેના અને નેતાઓ પર ઓનલાઈન, ઓફલાઈન નજર રાખવાની કોશિશ કરી હતી. જુલાઈમાં લોકસભા ચૂંટણી પહેલા કુલ સિવિલ રાઈટ્સ સમૂહ અને વિપક્ષી રાજકીય દળોને ટાર્ગેટ બનાવ્યા હતા.

ભારતીય એજન્સી રાખી રહી છે નજર

ભારતીય એજન્સી રાખી રહી છે નજર

પાકિસ્તાનની ચૂંટણીને દુનિયાભરની ગુપ્તચર એજન્સીઓ ફોલો કરી રહી હતી, પરંતુ ભારતીય અધિકારીઓને સિવિલ રાઈટ્સ સમૂહ અને પ્રતિદ્વંદ્વી રાજકીય દળોની દેખરેખમાં પાકિસ્તાનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નિકમાં એક વિશેષ પેટર્ન શોધી કાઢવામાં આવી હતી. આ ટેક્નિકને સમજ્યા બાદ ભારતીય ગુપ્તચર એજન્સીને અપેક્ષા છે કે આગામી વર્ષે ભારતમાં થનાર લોકસભા ચૂંટણીમાં ISIના હસ્તક્ષેપને નિષ્ફળ બનાવી શકાશે.

લોકસભા ચૂંટણીમાં કરી શકે ગડબડી

લોકસભા ચૂંટણીમાં કરી શકે ગડબડી

એમનેસ્ટી ઈન્ટરનેશનલ અને યૂએસએની મોબાઈલ સિક્યોરિટી ફર્મ લુકઆઉટે પાકિસ્તાનની રાજનૈતિક અને નાગરિક અધિકાર સમૂહોને લક્ષિત રાખી ઉપયોગમાં લેવામાં આવતી ગુપ્ત બુનિયાદી ઢાંચાનો ખુલાસો કર્યો. ભારતીય એજન્સીઓ ભારતમાં એક્ટિવ આવા સમૂહોની અને ગુપ્ત માહિતી મેળવવામાં રસ દાખવી રહી છે. સૂત્રો મુજબ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ આવી રીતના દેશમાં સક્રિય બે આઈએસઆઈ એસેટ્સને ઓળખી કાઢ્યા છે. સૂત્રોને વિશ્વાસ છે કે, ISI આનો ઉપયોગ કરીને 2019ની લોકસભા ચૂંટણીમાં મોટી ગડબડી કરી શકે છે.

પાકિસ્તાની હેકરોએ ભારતીય સેનાને ટાર્ગેટ બનાવી હતી

પાકિસ્તાની હેકરોએ ભારતીય સેનાને ટાર્ગેટ બનાવી હતી

માર્ચ 2016માં જાપાનની સાઈબર સિક્યુરિટી અને ડિફેન્સ ટ્રેડ માઈક્રોએ એક ઓપ-સી નામની રિપોર્ટ જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાન સાઈબર હુમલાખોરોના નિશાન પર ભારતીય રક્ષા વેબસાઈટ છે. પાકિસ્તાનના સંબંધને મુદ્દો બનાવી માલવેર વાયરસ વાળો ઈમેલ મોકલી રહ્યા હતા. રિપોર્ટ મુજબ આ સાઈબર અપરાધી ગ્રુપનો ઉદ્દેશ્ય ભારતીય સેનાની વેબસાઈટ પર ઈમેલના માધ્યમથી વાયરસ મોકલવાનો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે માલવેરવાળા ઈમેલમાં લોભામણા મેસેજ હોય છે અને ખાસ વાત એ છે કે મેસેજ ભારતીય સેના, દેશની સુરક્ષા અને રક્ષા સાથે જોડાયેલ મુદ્દાઓ આધારિત હોય છે. વાયરસ ઘૂસ્યા બાદ તેઓ ગુપ્ત માહિતી ચોરી કરતા હોય છે.

English summary
Pakistan's intelligence agency ISI can interfere in the 2019 Lok Sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X