• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અભિનંદનને બંદી બનાવતા જ પાકિસ્તાન પર 6 મિસાઈલ છોડવા તૈયાર હતું ભારત!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદથી ભારત અને પકિસ્તાન વચ્ચે તણાવ છે. આ તણાવ 26 ફેબ્રુઆરી અને 27 ફેબ્રુઆરીએ એવી રીતે વધુ ગયો કે બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ 24 કલાકમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પેદા થયેલ હાલાતને પગલે સાઉથ એશિયામાં વર્ષ 2008 બાદથી મિલિટ્રી સંકટ અતિ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયું હતું. 27 ફેબ્રુઆરીએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને જ્યારે પાકિસ્તાની સેનાએ બંદી બનાવી લીધા તો ભારત તરફથી પાકને મિસાઈલ હુમલાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ જે ઘટનાક્રમ થયા, તેનાથી સાઉથ એશિયાનો પારો ક્યારેક ઉપર ચઢતો તો ક્યારેક નીચે.

પાકિસ્તાન બોલ્યુ્ં- ત્રણ ગણી તાકાતથી હુમલો કરશું

પાકિસ્તાન બોલ્યુ્ં- ત્રણ ગણી તાકાતથી હુમલો કરશું

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ટેન્શનને ઓછું કરવામાં કેટલાય લોકો લાગ્યા હતા. અમેરિકાનો રોલ આમાં સૌથી મહત્વનો હતો. કેટલીય વખત અમેરિકી અધિકારી જેમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી જોન બોલ્ટન પણ સામેલ છે, તેઓ પણ સ્થિતિ પર નજર રાખીને બેઠા હતા. રોયટર્સે લખ્યું કે એક સમયે ભારતે પાકિસ્તાન પર 6 મિસાઈલ છોડવાની ધમકી પણ આપી દીધી હતી જેનાથી પાકિસ્તાને જવાબ આપ્યો હતો કે જો ભારત 6 મિસાઈલ છોડશે તો તેઓ બેગણી તાકાતથી હુમલો કરશે. રોયટર્સે દિલ્હી, પાકિસ્તાન અને અમેરિકાની સરકાર સાથે જોડાયેલ સૂત્રોની મદદથી આ દાવો કર્યો છે.

27 ફેબ્રુઆરીએ પેદા થયા યુદ્ધના હાલાત

27 ફેબ્રુઆરીએ પેદા થયા યુદ્ધના હાલાત

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો હતો અને બંને દેશ ધમકીઓથી વાત આગળ નીકળી ચૂકી હતી. અમેરિકાથી લઈ ચિંતા વધી ગઈ હતી. અમેરિકાથી લઈ ચીન અને બ્રિટન સુધી આ વાતને લઈ ચિંતા વધી ગઈ હતી. 27 ફેબ્રુઆરીએ તે સમયે હાલાત વધુ બગડી ગયા જ્યારે પાકિસ્તાનના ફાઈટર જેટ્સ જમ્મુ અને કાશ્મીરમાં દાખલ થયાં. જે બાદ ઈન્ડિયન એરફોર્સ અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે ડોગફાઈટ થઈ. આ ઘટના 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં આઈએએફના હવાઈ હુમલા બાદ 24 કલાકમાં થઈ હતી. એરફોર્સે પાકિસ્તાનના એક ફાઈટર જેટને તોડી પાડ્યું. પાકિસ્તાની જેટને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-21એ તોડી પાડ્યું હતું. પરંતુ આ બાદ તેમનું મિગ ક્રેશ થઈ ગયું અને તે પીઓકેમાં જઈ પડ્યું. અભિનંદનને પાકિસ્તાની સેનાએ બંદી બનાવી લીધો અને અહીંથી સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે.

ડોવાલે કહ્યું- ભારત પાછળ નહિ હટે

ડોવાલે કહ્યું- ભારત પાછળ નહિ હટે

થોડી કલાકો બાદ વિંગ કમાન્ડરના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા. જે બાદ ભારતમાં ગુસ્સો વધતો ગયો અને થોડા દિવસો બાદ જ લોકસભા ચૂંટણીમાં જનતાનો સામનો કરનાર પીએમ નરેન્દ્ર મોદી પર પણ દબાણ વધી ગયું હતું. એ સાંજે પીએમ મોદીના એનએસએ અજિત ડોવાલે સુરક્ષિત લાઈન પર આઈએસઆઈના ચીફ અસીમ મુનીર સાથે વાત કરી. ડોવાલે તેમને સ્પષ્ટ કહી દીધું કે પાયલોટને બંદી બનાવ્યા બાદ પણ ભારત કાઉન્ટર ટેરરિઝ્મથી પાછળ નહિ હટે. અજીત ડોવાલે મુનીરને કહી દીધું કે ભારતની લડાઈ પાકિસ્તાનની ધરતી પર રહેલ આતંકવાદીઓ વિરુદ્ધ છે. પાકિસ્તાની સરકારના એક મંત્રી અને ઈસ્લામાબાદમાં હાજર અમેરિકી રાજનયિકે રોયટર્સ સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે કે ભારતે પાકિસ્તાન પર 6 મિસાઈલથી હુમલો કરવાની ધમકી આપી હતી.

હનોઈમાં પણ ટ્રમ્પ હતા ટેન્શનમાં

હનોઈમાં પણ ટ્રમ્પ હતા ટેન્શનમાં

જે સમયે ભારતમાં ઘટનાક્રમ બદલી રહયા હતા, અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિયેતનામની રાજધાની હનોઈમાં નોર્થ કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી રહ્યા હતા. આ દરમિયાન બોલ્ટ સતત ડોવાલ સાથે વાતચીત કરી રહ્યા હતા અને 27 ફેબ્રુઆરીની રાત્રે તેમણે ખુદ ડોવાલ સાથે ફોન પર વાત કરી. અમેરિકી વિદેશમંત્રી માઈક પોંપેયો પણ પોતાના ભારતીય અને પાકિસ્તાની સમકક્ષ સાથે સંપર્કમાં હતા. અમેરિકાની કોશિશ હતી કે જેટલી જલદી બની શકે વિંગ કમાન્ડર અભિનંદનને છોડી મૂકવામાં આવે અને સાથે જ ભારતનો તેમણે ભરોસો પણ લેવો હતો કે તેઓ કોઈ મિસાઈલ લૉન્ચ નહિ કરે.

ઈમરાન ખાનને પણ મિસાઈલ હુમલાનો ડર

ઈમરાન ખાનને પણ મિસાઈલ હુમલાનો ડર

28 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે હનોઈથી કહ્યું કે તેમને અપેક્ષા છે કે સાઉથ એશિયામાં રહેલ સંકટ જલદી જ ઉકેલાશે. આ દિવસે સાંજ થતાં-થતાં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને એક માર્ચ એટલે કે આગલા દિવસે વિંગ કમાન્ડર અભિનંદનની રિહાઈનું એલાન કરી દીધું. ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં આ વાત કહી કે એક દિવસ પહેલા એટલે કે 27 ફેબ્રુઆરીની રાત્રે પાકિસ્તાન પર મિસાઈલ હુમલો થઈ શકતો હતો. પરંતુ પાકિસ્તાનની સેના પણ કોઈ પ્રકારના હવાઈ હુમલાનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર હતી.

ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત, 11 કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત, 11 કેબિનેટ મંત્રીઓએ પણ લીધા શપથ

English summary
Pakistan threatened 3-times response after missile warning given by India when Abhinandan Varthaman was captured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X