કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાને તોડ્યું યુદ્ધવિરામ, ફાયરિંગ ચાલુ

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી) પાસે આવેલી કૃષ્ણા ઘાટીમાં મંગળવારે સવારે સાત વાગ્યે યુદ્ધવિરામ નું ઉલ્લંગન કર્યું છે. પાકિસ્તાન તરફ થી અહીં સવારે સાત વાગ્યાથી ફાયરિંગ ચાલુ છે અને ભારતીય સેના તેમનો જોરદાર જવાબ આપી રહી છે. 2 દિવસ પહેલા પણ પાકિસ્તાન સેના તરફ થી પૂંછ સેક્ટરમાં ફોરવાડ પોસ્ટ અને ગામને નિશાનો બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાને રવિવારે અહીં મોર્ટાર અને નાના હથિયારો ઘ્વારા ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વેપાર કેન્દ્ર સાથે પોલીસ બેરેક પણ નિશાનો બનાવવામાં આવ્યું હતું. રવિવારે મોડી રાત સુધી પાકિસ્તાન તરફ થી ફાયરિંગ ચાલુ હતું.

પોલીસ તરફથી જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને પૂંછના ખારી કરમારા વિસ્તારમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં કોઈને પણ ઇજા થઇ ના હતી. પાકિસ્તાન તરફ થી જમ્મુ કાશની ઇન્ટરનૅશનલ બોર્ડર અને એલઓસી પર સતત ફાયરિંગ ચાલુ છે. આ ફાયરિંગ માં જ્યાં અત્યારસુધી 26 લોકોની મૌત થઇ ચુકી છે જયારે 12 જવાનો પણ શહીદ થયા છે.

પાકિસ્તાન વચ્ચે તણાવ એક ચરમસીમા પર

પાકિસ્તાન વચ્ચે તણાવ એક ચરમસીમા પર

છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ એક ચરમસીમા પર પહોંચી ગયો છે. એલઓસી પર વારંવાર થઇ રહેલા ફાઈરિંગને કારણે હાલત ઘણી નાજુક થઇ ચુકી છે.

અત્યાર સુધીમાં 411 વાર યુદ્ધ વિરામ તોડવામાં આવી ચુક્યો છે

અત્યાર સુધીમાં 411 વાર યુદ્ધ વિરામ તોડવામાં આવી ચુક્યો છે

રિપોર્ટ અનુસાર વર્ષ 2018 દરમિયાન શરૂઆતના 2 મહિનામાં જ 411 વાર યુદ્ધ વિરામ તોડવામાં આવી ચુક્યો છે. આ મહિને નોર્થ કાશ્મીરમાં રામપુર અને ઉરીમાં થયેલા યુદ્ધ વિરામ ઉલ્લંગનમાં સેના ઘ્વારા 105 એમએમ તોપ નો પ્રયોગ કરવામાં આવ્યો. તોપ નો પ્રયોગ થોડા સમય માટે જ થયો હતો. પરંતુ વર્ષ 2003 યુદ્ધ વિરામ પછી પહેલીવાર બન્યું છે કે ભારતીય સેનાએ તોપ ઘ્વારા જવાબ આપ્યો હોય.

એલઓસી પર થઇ રહેલી જોરદાર ફાયરિંગ

એલઓસી પર થઇ રહેલી જોરદાર ફાયરિંગ

પાકિસ્તાન વારંવાર સીમા પર આતંકીઓની ઘૂણખોરી કરાવવા માટે પ્રયાસ કરે છે. એલઓસી પર થઇ રહેલી જોરદાર ફાયરિંગ ઘ્વારા આતંકીઓને કવર આપવામાં આવી રહ્યું છે.

English summary
Pakistan has violated ceasefire along the Line of Control in Krishna Ghati in Poonch in Jammu Kashmir.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.