For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતથી વધુ પરમાણું હથિયાર વાળો દેશ બનશે પાકિસ્તાન

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન: અમેરિકાનું માનવું છે કે ભારતના વધતા પ્રભાવ અને વધતી તાકાતને કારણે પાકિસ્તાન પાસે આગલા 10 વર્ષમાં પરમાણું હથિયારની ભરમાર હશે. એટલું જ નહિં પણ પાકિસ્તાન દુનિયાનો એવો ત્રીજો મોટો દેશ બની જશે જેની પાસે પરમાણું હથિયારની ભરમાર હશે.

Pakistan

પાક પાસે હશે 350 પરમાણું હથિયાર
અમેરિકી સંસ્થાન કૉર્નેગી એંડોમેંટ ફોર ઈન્ટરનેશનલ પીસ એન્ડ સ્ટીમ્સન સેંટરે એક રીપોર્ટ જાહેર કર્યો છે. આ રીપોર્ટ અનુસાર આગામી 10 વર્ષમાં પાકિસ્તાન પાસે લગભગ 350 પરમાણું હથિયાર હશે. હાલમાં પાકિસ્તાન પાસે 120 અને ભારત પાસે માત્ર 100 પરમાણું હથિયાર છે.

આ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છેકે પાકિસ્તાન પરમાણું હથિયારોને ખુબ જ ઝડપથી વિકસાવી રહ્યું છે. પાકિસ્તાન દુનિયાને આમ કરવા પાછળનું કારણ ભારતનો ડર અને ભારત તરફથી વધી રહેલ ખતરો જણાવે છે. રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પરમાણું ક્ષેત્રે પાકિસ્તાન ભારત કરતા વધુ ઝડપે આગળ વધી રહ્યું છે.

ભારત વિજળી માટે અને પાકિસ્તાન યુદ્ધ માટે બનાવી રહ્યું છે હથિયાર
આ રીપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે સંગ્રહિત યુરેનિયમનો મોટો જથ્થો છે. તેનાથી પાકિસ્તાન ઝડપથી ઓછી ક્ષમતા વાળા પરમાણું હથિયાર બનાવી શકશે.

બીજી બાજુ ભારત પાસે પાકિસ્તાનની તુલનામાં પ્લેટિનિયમનો મોટો જથ્થો છે. પરંતુ ભારત તેનો ઉપયોગ પરમાણું હથિયાર બનાવવાની જગ્યાએ વિજળી ઉત્પાદીત કરવા માટે કરે છે.

જો કે પાકિસ્તાનના પરમાણું વિશેષજ્ઞ મંસૂર એહમદે જણાવ્યું છે કે આ રીપોર્ટ વધારાનું ઉમેરીને બનાવવામાં આવ્યો છે. તેમનું માનવું છે કે પાકિસ્તાન આગામી કેટલાક વર્ષોમાં માત્ર 40-50 નવા પરમાણું હથિયાર બનાવી શકશે.

પાકિસ્તાનનું બેજવાબદાર વલણ
રિપોર્ટને તૈયાર કરનાર કૉર્નેગી એંડોમેંટના પરમાણું નિતી કાર્યક્રમના સહ નિર્દેશક ટોની ડેલ્ટન અને સ્ટીમ્સન સેંટરના સહ સંસ્થાપક માઈકલ ક્રેપને કહ્યું છે કે ભારત પરમાણું હથિયારોનો ઉપયોગ એક રાજનૈતિક યંત્રના રૂપમાં કરે છે નહિં કે કોઈ એવા હથિયારના રૂપે જેનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં થઈ શકે.

પાકિસ્તાન પાસે હજી પણ સમય છે કે તે પરમાણું હથિયારના વિકાસ કાર્યક્રમને ધીમો પાડી દે. જેથી દુનિયાભરના દેશ તેને એક જવાબદાર પરમાણું સંપન્ન દેશના રૂપમાં સ્વીકૃતિ આપવાની દિશામાં વિચારી શકે.

English summary
Pakistan will have more nuclear weapons than India. An US media report says due to India Pakistan will add more nuclear power to its kitty.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X