કુલભૂષણ જાધવને ફાંસી આપી તો પરિણામ ગંભીર આવશે
કુલભૂષણ જાધવને ફાંસી આપવાના પાકિસ્તાન સેનાના નિર્ણય પર પાકિસ્તાની મીડિયાએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે જો કુલભૂષણને ફાંસી આપવામાં આવી તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. નોંધનીય છે કે જાસૂસીના આરોપમાં ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસી આપવા પર પાક. મીડિયા કહ્યું કે પાકિસ્તાને આ અંગે ફરી એક વાર વિચાર કરવો જોઇએ. તો બીજી તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને સીધી રીતે ચેતવણી આપી છે. સ્વરાજે કહ્યું કે જાધવ સામે જાસૂસી કરવાના કોઇ પુરાવા નથી. વધુ તેમણે કહ્યું કે પાકિસ્તાન આ દ્વારા લોકોનું ધ્યાન ભટકાવી રહ્યો છે.
તો બીજી તરફ રાજનાથ સિંહે પણ સરકાર આ મામલે સંભવિત પગલાં લેશે તેવું આશ્વાસન આપ્યું છે. અને ઇસ્લામાબાદની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જો કે ભારત અને પાકિસ્તાનના સંબંધો બગડતા જોઇને પાકિસ્તાનના વડાપ્રધાને પણ નિવેદન આપી જણાવ્યું છે કે પાકિસ્તાન એક શાંતિ પ્રિય દેશ છે. અને આ વાતને કોઇને તેની નબળાઇ ન સમજવું. વિવાદની જગ્યાએ સહયોગ અને સમજદારી જ અમારી નીતિ છે. જો કે ભારતમાં પણ કૂલભૂષણ જાધવને લઇને વિરોધ પક્ષ સત્તા પક્ષ પર આરોપો લગાવી રહ્યો છે. અને લોકો પણ આ સજાની વિરુદ્ધ છે. ત્યારે આવનારા સમયમાં આ અંગે શું પગલાં લેવાય છે તે હવે જોવું રહ્યું.