For Quick Alerts
For Daily Alerts
જમ્મૂની જેલમાં પાકિસ્તાની કેદી પર હુમલો, આઇસીયૂમાં ભરતી
જમ્મૂ, 3 મે: જમ્મૂની કોટ બલાવટ જેલમાં બંધ એક પાકિસ્તાની કેદી પર કેટલાક કેદીઓએ હુમલો કર્યો છે. ઘાયલ પાકિસ્તાની કેદીની ઓળખ સનાઉલ્લાહના રૂપમાં કરવામાં આવી છે. તેને જમ્મૂના જીએમસી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. તે હાલ આઇસીયૂમાં છે અને તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
સનાઉલ્લાહ ગત 17 વર્ષોહી જેલમાં બંધ છે. પાકિસ્તાની કેદી પર કઇ પરિસ્થિતીમાં હુમલો થયો અને તેની પાછળ કયા કારણો જવાબદાર છે, આ અંગે સમાચાર પ્રાપ્ત થયા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોટ લખપત જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહ પર કેદીઓએ ઘાતક હુમલો કર્યો હતો, ત્યારબાદ બુધવારે રાત્રે મોત નિપજ્યું હતું.