જેસલમેરની ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે ISI જાસૂસની ધરપકડ
સીઆઇડી અને બોર્ડર ઇન્ટેલિજન્સ પોલીસે રાજસ્થાન ના જેસલમેરમાં પાકિસ્તાન ની ગુપ્ત એજન્સિ આઇએસઆઇ ના એક જાસૂસ ની ધરપકડ કરી છે. ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ જાસૂસનું નામ હાજી ખાન છે, ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેના કિશનગઢ ગામ પાસે તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન આઇએસઆઇ જાસૂસ પાસેથી સિમ કાર્ડ અને બીજો ઘણો સંદિગ્ધ સામાન મળી આવ્યો છે. હાલ સીઆઇડી અને બોર્ડર ઇન્ટેલિજન્સ પોલીસની સંયુક્ત ટુકડી આઇએસઆઇ જાસૂસ હાજી ખાનની પૂછપરછ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ એટીએસ એ મધ્ય પ્રદેશમાંથી આઇએસઆઇએસ ના 11 જાસૂસોની ધરપકડ કરી હતી. આ જાસૂસે કોલ સેન્ટરની આડમાં ભારતીય સેનાની મહત્વપૂર્ણ જાણકારીઓ લીક કરતા હતા. શુક્રવારે એટીએસ એ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધા છે અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.
અહીં વાંચો - પાકિસ્તાને ભારતીય સેનાના જવાન ચંદુ ચૌહાણને આપ્યા હતા ડ્રગ્સ