For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના જ દીકરાને સાંકળથી બાંધવા માટે માતાપિતા મજબુર

ઉત્તરપ્રદેશના દેવરિયામાં એક યુવકને લોખંડની સાંકળથી બાંધવાનો ગંભીર મામલો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના દેવરિયામાં એક યુવકને લોખંડની સાંકળથી બાંધવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સૌથી વધુ હેરાન કરતી બાબત છે કે આવું કરનાર બીજું કોઈ નહીં પરંતુ તે યુવકના માતાપિતા જ છે. પરંતુ યુવકના માતાપિતા પણ તેને સાંકળથી બાંધવા માટે મજબુર છે. ખરેખરમાં આ યુવક માનસિક રોગથી પીડિત છે અને તેને ખુલ્લો રાખવામાં આવે તો તે ગામના લોકો સાથે મારપીટ કરે છે. તેને કારણે આખા પરિવારને ઘણી મુસીબત વેઠવી પડે છે. જેને કારણે માતાપિતાએ પોતાના જ દીકરાને સાંકળથી બાંધી દીધો છે.

uttar pradesh

આ આખો મામલો દેવરિયા જિલ્લાના દેસહી ગામનો છે, જ્યાં રહેનાર યુવકને તેના જ માતાપિતાએ સાંકળથી બાંધી રાખ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ યુવક લગભગ 12 વર્ષથી માનસિક રૂપે બીમાર છે. ગરીબીને કારણે માતાપિતા તેના દીકરાનો ઉપચાર કરાવવા માટે અસમર્થ છે. આ બાબતે જયારે પરિવારે સીએમઓ પાસે મદદ માંગી ત્યારે દેવરિયાના સીએમઓ ઘ્વારા મદદ કરવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો.

સાંકળથી બાંધી રાખેલા આ યુવકનું નામ સંતોષ છે. વાતચીત દરમિયાન માતાપિતા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 12 વર્ષથી સંતોષને આવી બીમારી છે, તેના માટે તેઓ ઘણો ઉપચાર પણ કરાવવામાં આવ્યો પરંતુ કોઈ ખાસ ફાયદો થયો નહીં અને ગરીબીને કારણે તેમને ઉપચાર પણ બંધ કરી દીધો. સંતોષના પિતા કુંભાર છે અને તેઓ માટીના વાસણનો બનાવીને વેચે છે.

સંતોષ 24 કલાક આ સાંકળોમાં બંધાઈને જ પોતાનું બધું કામ કરે છે. એવામાં આ સવાલ પેદા થાય છે કે સ્વાસ્થ્ય માટે જાગરૂક કરવા માટે જે સ્વાસ્થ્ય વિભાગ કરોડો રૂપિયાની જાહેરાત આપે છે, તે સ્વાસ્થ્ય વિભાગ પાસે માનસિક રોગીનો ઉપચાર કરાવવા માટે પૈસા નથી.

English summary
parents ties his son with iron chain as he is mental patient
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X