રાહુલ ગાંધીના યોગ દિવસના કટાક્ષ પર પરેશ રાવલ, 'ન્યૂ ઈન્ડિયામાં તમારાથી વધુ સ્માર્ટ છે કૂતરા'

પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો છે. પરેશ રાવલે રાહુલ ગાંધીના ટ્વીટ પર આકરો પ્રહાર કરતા કહ્યુ, ‘નવા ભારતમાં કૂતરા પણ રાહુલ ગાંધી કરતા વધુ સમજદાર છે.

શુક્રવારે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે યોગ કરતા સેનાના ડૉગ સ્ક્વૉડનો ફોટો ટ્વીટ કરીને વિવાદોમાં ઘેરાઈ ગયા. આ ફોટો ઉપર રાહુલે લખ્યુ, 'ન્યૂ ઈન્ડિયા'. ત્યારબાદ સતત ભાજપ નેતા પલટવાર કરી રહ્યા છે. ભાજપના નેતા અને પૂર્વ સાંસદ પરેશ રાવલે રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો છે. પરેશ રાવલે રાહુલ ગાંધીના ટ્વીટ પર આકરો પ્રહાર કરતા કહ્યુ, 'નવા ભારતમાં કૂતરા પણ રાહુલ ગાંધી કરતા વધુ સમજદાર છે.'

અમિત શાહે પણ સાધ્યુ નિશાન

અમિત શાહે પણ સાધ્યુ નિશાન

રાહુલ ગાંધીના આ ટ્વીટ પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે કોંગ્રેસનો અર્થ જ નકારાત્મકતા છે. વળી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે રાહુલ ગાંધીએ સેનાનું અપમાન કરવાની આદત પડી ગઈ છે. તે માત્ર એટલુ કહેવા ઈચ્છે છે કે ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તમને જણાવી દઈએ કે યોગ દિવસના પ્રસંગે બધા સુરક્ષાબળોએ જોશ સાથે ભાગ લીધો હતો.

કોંગ્રેસ કાર્યકર્તાઓ માટે ખરાબ અનુભવાય છે જેમને આવા વ્યક્તિને નેતા તરીકે ઝેલવો પડે છે

રાહુલ ગાંધીના વિવાદિત ટ્વીટ પર ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યાએ પલટવાર કરીને કહ્યુ કે રાહુલ ગાંધીએ અત્યાર સુધી પોતાના કર્મોથી કોઈ પાઠ લીધો નથી. તેમણે આપણી સેના, આપણા બહાદૂર જવાનો, અતુલ્ય ડૉગ યુનિટ, યોગની પરંપરા અને આપણા દેશનું અપમાન પોતાના આ ટ્વીટ દ્વારા કર્યુ છે. મને કોંગ્રેસના યુવા કાર્યકર્તાઓ માટે ઘણુ ખરાબ લાગે છે જેમણે આવા વ્યક્તિને પોતાના નેતા તરીકે સહન કરવો પડે છે. વળી, ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધીના ટ્વીટ પર કહ્યુ છે કે આ ટ્વીટ કોંગ્રેસની નિરાશા અને હતાશાનું પ્રતીક છે. જ્યારે આખી દુનિયા યોગ દિવસ મનાવી રહી છે તે સમયે રાહુલ ગાંધી દેશનું અને સેનાનું અપમાન કરતુ ટ્વીટ કરે છે. બસ એટલુ જ કહી શકુ છુ કે જે વ્યક્તિનું જે સ્તર હોય છે તે એ જ સ્તરનું ટ્વીટ કરે છે.

શું હતુ ટ્વીટ

કોંગ્રેસ અધ્યક્ષે યોગ કરી રહેલા આર્મી ડૉગ યુનિટના ફોટા પર ‘ન્ય ઈન્ડિયા' કેપ્શન લખીને યોગ દિવસની મજાક ઉડાવી છે. બંને ફોટામાં કૂતરી અને સેનાના જવાન એકસાથે યોગ કરી રહ્યા છે. ફોટામાં દેખાઈ રહેલા કૂતરા સેનાના જ છે અને 2 આર્મી ડૉગ યુનિટના છે. રાહુલે આ ફોટો ટ્વીટ કરીને કેપ્શનમાં ‘આ ન્યૂ ઈન્ડિયા' લખ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X