For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Session: આ શિયાળુ સત્રમાં કુલ 26 બિલ સરકારના એજન્ડામાં, જુઓ આખી યાદી

સંસદનુ શિયાળુ સત્ર સોમવાર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યુ છે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે ખતમ થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંસદનુ શિયાળુ સત્ર સોમવાર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યુ છે. શિયાળુ સત્ર 23 ડિસેમ્બરે ખતમ થશે. ભાજપના નેતૃત્વવાળી સરકાર આ શિયાળુ સત્રમાં કુલ 26 બિલ રજૂ કરી શકે છે. 26 નવા બિલો સહિત સંસદના કાર્ય સાથે શિયાળુ સત્ર માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાસે એક ભારે એજન્ડા છે. સરકારે સંકેત આપ્યા છે કે ત્રણ કૃષિ કાયદા વાપસીના બિલને સૌથી વધુ પ્રાથમિકતાના આધારે લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે ગયા સપ્તાહે આ બિલને મંજૂરી આપી દીધી હતી. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ હતુ કે સંસદના શિયાળુ સત્રમાં ત્રણ કૃષિ કાયદાને પાછા લેવા સરકારની પ્રાથમિકતા હશે. ખેડૂતો નવેમ્બર 2020થી દિલ્લીની વિવિધ સીમાઓ પર ત્રણે કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તો આવો, જાણીએ આ શિયાળુ સત્રમાં કુલ 26 બિલ કયા-ક્યા છે?

Sansad

સંસદનુ શિયાળુ સત્રઃ 26 બિલ સરકારના એજન્ડામાં, જુઓ યાદી

1. કૃષિ કાયદા વાપસી બિલ 2021
2. ડિજિટલ મુદ્રા બિલ, 2021(ક્રિપ્ટોકરન્સી અને વિનિયમન)
3.નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટિક સબ્સટન્સ(સુધારા) બિલ
4. કેન્દ્રીય સતર્કતા પંચ(સુધારા) બિલ
5. દિલ્લી વિશેષ પોલિસ સ્થાપના(સુધારા) બિલ
6. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, કિંમત અને કાર્ય લેખાકાર અને કંપની સચિવ બિલ
7. નાદારી અને નાદારીપણુ(બીજો સુધારો) બિલ
8. કેન્ટોનમેન્ટ બિલ
9. ઈન્ટર સર્વિસ ઑર્ગેનાઈઝેશન(કમાન્ડ, કંટ્રોલ એન્ડ ડિસિપ્લીન) બિલ
10. એન્ટાર્કટિકા બિલ ઑફ ઈન્ડિયા
11. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી(સુધારા) બિલ
12. બેંકિંગ લૉઝ(સુધારો) બિલ
13. ઈન્ડિયન મરીન ફિશરીઝ બિલ
14. નેશનલ ડેન્ટલ કમિશન બિલ
15. નેશનલ નર્સિંગ મેડવાઈફરી કમિશન બિલ
16. મેટ્રો રેલ(બાંધકામ, સંચાલન અને જાળવણી)બિલ
17. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો(સેલેરી અને સર્વિસની શરતો)
18. વીજળી(સુધારા) બિલ
19. ઉર્જા સંરક્ષણ(સુધારા) બિલ
20. નેશનલ ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી બિલ
21. બંધારણ(અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) ઓર્ડર્સ(સુધારા) બિલ
22. બંધારણ(અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) ઓર્ડર્સ (સુધારો) બિલ
23. વ્યક્તિઓની તસ્કરી(નિવારણ, સંરક્ષણ અને પુનવર્સન) બિલ
24. નેશનલ એન્ટી ડોપિંગ બિલ
25. આર્બિટ્રેશન બિલ
26. આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલૉજી રેગ્યુલેશન બિલ

આ ઉપરાંત રાષ્ટ્રીય ઔષધિ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા(સુધારા) બિલ અને માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ(સુધારા) બિલ પણ સરકારના એજન્ડામાં શામેલ છે.

English summary
Parliament winter session 26 bills government agenda, Read the list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X