For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેરે બારેમે કોઈ રાય મત બનાના ગાલિબ, મેરા વક્ત ભી બદલેગા...', શાયરીના અંદાજમાં ખડગેએ ધનખડને કહ્યુ

મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને કહ્યુ કે, 'મેરે બારેમે કોઈ રાય મત બનાના ગાલિબ, મેરા વક્ત ભી બદલેગા, મેરી રાય ભી બદલેગી.'

|
Google Oneindia Gujarati News

Parliament winter session: સંસદનુ શિયાળુ સત્ર આજે(7 ડિસેમ્બર)થી શરુ થઈ ગયુ છે. દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજ્યસભાના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ પ્રથમ વખત રાજ્યસભાના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. શિયાળુ સત્રની શરૂઆતમાં પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને અભિનંદન પાઠવ્યા. જે બાદ વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ રાજ્યસભામાં જગદીપ ધનખડનુ સ્વાગત કર્યુ. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ ધનખડ સાથે શાયરીના અંદાજમાં વાત કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને કહ્યુ કે, 'મેરે બારેમે કોઈ રાય મત બનાના ગાલિબ, મેરા વક્ત ભી બદલેગા, મેરી રાય ભી બદલેગી.'

'તમારી ભૂમિકા ઘણી મોટી છે..'

'તમારી ભૂમિકા ઘણી મોટી છે..'

મલ્લિકાર્જૂન ખડગેએ જગદીપ ધનખડને કહ્યુ, 'વિપક્ષના સભ્યો વતી હું તમને દેશના બીજા સર્વોચ્ચ બંધારણીય પદની જવાબદારી નિભાવવા બદલ અભિનંદન આપુ છુ. આજે અમને રાજ્યસભાના અધ્યક્ષ તરીકે તમારુ સ્વાગત કરવાની તક મળી છે. હું કહેવા માંગુ છુ કે રાજ્યસભાના સંરક્ષક તરીકે તમારી ભૂમિકા અન્ય ભૂમિકાઓ કરતા ઘણી મોટી છે. તમે જે આસન પર બેઠા છો તેના પર ઘણા મહાનુભાવો બેઠા છે. આ દેશનુ સર્વોચ્ચ સભ્યપદ છે.

તમે ભૂમિ પુત્ર છો, સંસદીય પરંપરાઓને સારી રીતે સમજો છો...

તમે ભૂમિ પુત્ર છો, સંસદીય પરંપરાઓને સારી રીતે સમજો છો...

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુ, 'તમે ધરતી પુત્ર છો, તમે સંસદીય પરંપરાઓને સારી રીતે સમજો છો. રાજસ્થાન વિધાનસભા અને પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ રહી ચૂક્યા છો. તમને વાંચન અને લેખનમાં રસ છે, તમારી રૂપરેખા ઘણી મોટી છે.'

PM મોદીએ પણ ધનખડનુ સ્વાગત કર્યુ

PM મોદીએ પણ ધનખડનુ સ્વાગત કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રાજ્યસભાના અધ્યક્ષ તરીકેનુ પદ સંભાળવા માટે આવકાર આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યુ, 'અમારા ઉપરાષ્ટ્રપતિ એક ખેડૂત પુત્ર છે અને તેમણે સૈનિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આમ, તેઓ જવાનો અને ખેડૂતો સાથે ગાઢ રીતે જોડાયેલા છે. પીએમ મોદીએ કહ્યુ, 'મને વિશ્વાસ છે કે તમારા માર્ગદર્શન હેઠળ રાજ્યસભા ન માત્ર તેના વારસાને આગળ વધારશે પરંતુ નવી ઊંચાઈઓ પણ આપશે. સમગ્ર ગૃહ અને દેશ વતી હું આદરણીય અધ્યક્ષને મારી શુભકામનાઓ પાઠવુ છુ.

English summary
Winter Parliament Session: 'Mere Baare Me Koi rRay Mat Banana Ghalib' says Mallikarjun Kharge to Jagdeep Dhankhar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X