For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Winter Session: વિપક્ષને PM મોદીએ કહ્યુ - 'દરેક સવાલ માટે અમે તૈયાર, દેશના નાગરિકો એક સારુ સત્ર ઈચ્છે છે'

સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે તેમની સરકાર દરેકના સવાલના જવાબ આપવા માટે તૈયાર છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. સત્રના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, 'તેમની સરકાર દરેકના સવાલના જવાબ આપવા માટે તૈયાર છે. અમે ખુલ્લી ચર્ચા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યુ કે સંસદમાં સવાલ થવા જોઈએ પરંતુ શાંતિ પણ રહેવી જોઈએ. આ સંસદનુ એક મહત્વપૂર્ણ સત્ર છે કે જે દેશના દરેક નાગરિકના ઉજ્વળ ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે માટે અમે ઈચ્છીએ છીએ કે સંસદનુ સત્ર સુચારુ રીતે ચાલે. અમે ઈચ્છીએ છીએ કે રચનાત્મક અને સકારાત્મક ચર્ચા થાય. આપણે સંસદની કાર્યવાહીનુ ધ્યાન રાખીને મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.'

PM Modi

આ સાથે જ પીએમ મોદીએ એ પણ કહ્યુ કે, 'કોરોના વાયરસના નવા વેરિઅંટને જોતા આપણે સહુએ સતર્ક રહેવુ ખૂબ જરૂરી છે.' તમને જણાવી દઈએ કે સંસદનુ શિયાળુ સત્ર 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલશે. આ સત્ર એટલા માટે ઘણુ મહત્વપૂર્ણ છે કારણકે આ વખતે સરકાર ત્રણ કૃષિ કાયદાની વાપસી માટે બિલ રજૂ કરવાની છે. સરકારે 19 નવેમ્બરે ત્રણે કૃષિ કાયદાને પાછા લઈ લીધા હતા અને ખેડૂતોને અપીલ કરી હતી કે તે પોતાનુ આંદોલન બંધ કરે અને પોતાના ઘરે પાછા જાય.

લોકસભામાં સર્વસંમતિથી પાસ થવાની સંભાવના

તમને જણાવી દઈએ કે કૃષિ કાયદા વાપસી બિલ 2021 લોકસભામાં સર્વસંમતિથી પાસ થવાની સંભાવના છે. ત્યારબાદ તેને આજે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવી શકે છે. લઘુત્તમ ટેકાના મૂલ્ય(એમએસપી)ને લઈને હજુ પણ પેચ ફસાયેલો છે કારણકે ખેડૂતોએ કહ્યુ છે કે જ્યાં સુધી એમએસપી સુનિશ્ચિત કરવા માટે કાયદો નહિ બને ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે. ખેડૂતોએ પોતાની માંગો માટે પીએમ મોદીને પત્ર પણ લખ્યો છે. આજે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પહેલી વાર લોકસભામાં કૃષિ કાયદા વાપસી બિલ 2021 રજૂ કરશે.

અમારી તપસ્યામાં કમી રહી ગઈઃ પીએમ મોદી

તમને જણાવી દઈએ કે 19 નવેમ્બરે પીએમ મોદીએ ત્રણે કૃષિ કાયદાને રદ કરવાનુ એલાન કર્યુ હતુ. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 'અમે ખેડૂતો અને કૃષિની સ્થિતિને સુધારવા માટે નવા કૃષિ કાયદા લઈને આવ્યા હતા, જેનાથી ખાસ કરીને નાના ખેડૂતોનુ ભલુ થાય પરંતુ આટલી પવિત્ર વાત અમે પૂર્ણ રીતે અમુક ખેડૂતોને સમજાવી શક્યા નહિ. અમારી તપસ્યામાં જ કમી રહી ગઈ હશે માટે અમે ત્રણે કૃષિ કાયદા પાછા લઈએ છીએ. હું ખેડૂતોને અપીલ કરુ છે કે તમે બધા આંદોલન ખતમ કરો.'

English summary
Parliament Winter Session: Our Government is ready to answer all questions, maintain the decorum of the proceedings said PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X