સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂને આજે પણ મળે છે લવ લેટર્સ!
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: સંસદના બંને ગૃહોમાં હાલમાં તણાવનો માહોલ છે. લોકસભા હોય કે રાજ્યસભા ગૃહની કાર્યવાહી એક પણ દિવસે યોગ્ય રીતે નથી ચાલી શકી. મંગળવારે એકવાર ફરીથી ગૃહમાં એ જ માહોલ જોવા મળ્યો પરંતુ આની વચ્ચે સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂએ કંઇક એવું બોલી ગયા કે માહોલ થોડી વાર માટે હળવો થઇ ગયો.
મનોજ તિવારીએ કહ્યું 'આઇ લવ યૂ'
સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂને હંમેશા તેમના સટીક જવાબો માટે ઓળવામાં આવે છે. મંગળવારે પણ તેમણે એક એવું જ ઉદાહરણ રજૂ કર્યું. ખરેખર ભાજપ સાંસદ મનોજ તિવારીએ વૈંકેયા નાયડૂ માટે ગીત ગાયું હતું, 'વૈંકેયાજી આઇ લવ યૂ'અને લવ લેટર્સનો કિસ્સો અહીંથી જ ચાલી નીકળ્યો.
નાયડૂએ જણાવ્યું કે તેમને તો આજે પણ લવ લેટર્સ આવે છે, એવામાં જો મનોજ તિવારીએ તેમના માટે ગીત ગાયું છે તો તેમની પત્નીને પણ આ લવ યૂ ગાવાથી પણ કોઇ વાંધો નહીં હોય.
ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું...
જે સમયે દિલ્હીમાં અનઓથોરાઝ્ડ કોલોનિયો અંગે ચર્ચા થઇ રહી હતી તે સમયે એક સવાલનો જવાબ આપતા આ પ્રસંગ સર્જાયો હતો. નાયડૂની આ વાત પર ગૃહમાં હાજર તમામ લોકો ખુલીને હસ્યા. ગૃહમાં ચર્ચા દરમિયાન ભાગ લેતી વખતે મનોજ તિવારીએ કહ્યું હતું'નાયડૂજી આઇ લવ યૂ..'
નાયડૂએ જણાવ્યું કે તેમને લોકો અન્ય કારણોથી પ્રેમ કરે છે. તેમની પત્ની દિલ્હીમાં છે તેઓ તેમને ચોક્કસ પણે બતાવશે કે તેમને પ્રેમ કરનારાઓમાં વધું એક નામનો સમાવેશ થઇ ગયો છે.