• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂને આજે પણ મળે છે લવ લેટર્સ!

|

નવી દિલ્હી, 17 ડિસેમ્બર: સંસદના બંને ગૃહોમાં હાલમાં તણાવનો માહોલ છે. લોકસભા હોય કે રાજ્યસભા ગૃહની કાર્યવાહી એક પણ દિવસે યોગ્ય રીતે નથી ચાલી શકી. મંગળવારે એકવાર ફરીથી ગૃહમાં એ જ માહોલ જોવા મળ્યો પરંતુ આની વચ્ચે સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂએ કંઇક એવું બોલી ગયા કે માહોલ થોડી વાર માટે હળવો થઇ ગયો.

મનોજ તિવારીએ કહ્યું 'આઇ લવ યૂ'

સંસદીય કાર્યમંત્રી વૈંકેયા નાયડૂને હંમેશા તેમના સટીક જવાબો માટે ઓળવામાં આવે છે. મંગળવારે પણ તેમણે એક એવું જ ઉદાહરણ રજૂ કર્યું. ખરેખર ભાજપ સાંસદ મનોજ તિવારીએ વૈંકેયા નાયડૂ માટે ગીત ગાયું હતું, 'વૈંકેયાજી આઇ લવ યૂ'અને લવ લેટર્સનો કિસ્સો અહીંથી જ ચાલી નીકળ્યો.

નાયડૂએ જણાવ્યું કે તેમને તો આજે પણ લવ લેટર્સ આવે છે, એવામાં જો મનોજ તિવારીએ તેમના માટે ગીત ગાયું છે તો તેમની પત્નીને પણ આ લવ યૂ ગાવાથી પણ કોઇ વાંધો નહીં હોય.

સંસદમાં નાયડૂએ જણાવ્યું કે ભોજપૂરી ગાયક અને એક્ટર તિવારી આ હદ સુધી ચાલ્યા ગયા છે કે તેમણે તેમના માટે ગીત પણ ગાઇ નાખ્યું. નાયડૂ અનુસાર તેમને આ ગીતથી કોઇ વાંધો નથી કારણ કે તેમની પત્ની મનોજ તિવારી માટે કોઇ ખોટી ધારણા નહીં બાંધે. તેમની પત્નીને ખબર છે વૈંકેયા માટે આજે પણ ઘરે લવ લેટર્સ આવે છે કારણ કે આજ સુધી તેમને લોકો ખૂબ જ પ્રેમ કરે છે.

ગૃહમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું...

જે સમયે દિલ્હીમાં અનઓથોરાઝ્ડ કોલોનિયો અંગે ચર્ચા થઇ રહી હતી તે સમયે એક સવાલનો જવાબ આપતા આ પ્રસંગ સર્જાયો હતો. નાયડૂની આ વાત પર ગૃહમાં હાજર તમામ લોકો ખુલીને હસ્યા. ગૃહમાં ચર્ચા દરમિયાન ભાગ લેતી વખતે મનોજ તિવારીએ કહ્યું હતું'નાયડૂજી આઇ લવ યૂ..'

નાયડૂએ જણાવ્યું કે તેમને લોકો અન્ય કારણોથી પ્રેમ કરે છે. તેમની પત્ની દિલ્હીમાં છે તેઓ તેમને ચોક્કસ પણે બતાવશે કે તેમને પ્રેમ કરનારાઓમાં વધું એક નામનો સમાવેશ થઇ ગયો છે.

English summary
Parliamentary affairs Minister Venkaiah Naidu still gets love letters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X