For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાફેલ પર કોંગ્રેસને બીજો મોટો ઝટકો, ખડગેને ન મળ્યુ પીએસી સભ્યોનું સમર્થન

રાફેલ મુદ્દે કોંગ્રેસને બીજો એક મોટો ઝટકો મળ્યો છે કારણકે મલ્લિકાર્જુન ખડગેને પીએસીના સભ્યોનું સમર્થન મળ્યુ નથી.

|
Google Oneindia Gujarati News

રાફેલ મામલે મોદી સરકારને સુપ્રીમ કોર્ટ દ્વારા ક્લીન ચીટ મળ્યા બાદ રાજકીય હોબાળો ચાલુ જ છે. હવે રાફેલ સોદામાં જાહેર હિસાબી સમિતિ (પીએસી) એટર્ની જનરલ અને કેગને સમન નથી કરી શકતી કારણકે પીએસીમાં શામેલ વિપક્ષી દળોના મોટાભાગના સભ્ય સમિતિના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવના પક્ષના વિરોધમાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કંટ્રોલર અને ઑડિટર જનરલ (સીએજી)ના એક રિપોર્ટનો હવાલો આપ્યો હતો. જે પીએસીને સોંપવામાં આવ્યો હતો પરંતુ ખડગેના નેતૃત્વવાળી સંસદીય સમિતિ સામે આવો કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ આજે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી શપથ લેશે, સામેલ થશે વિપક્ષના કેટલાય મોટા નેતાઆ પણ વાંચોઃ આજે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી શપથ લેશે, સામેલ થશે વિપક્ષના કેટલાય મોટા નેતા

2018-19ના એજન્ડાનમાં રાફેલ ડીલ નથી

2018-19ના એજન્ડાનમાં રાફેલ ડીલ નથી

શનિવારે ખડગેએ કહ્યુ હતુ કે તે પેનલના બધા સભ્યોને આગ્રહ કરશે કે એટર્ની જનરલ અને કેગને સમન કરીને પૂછવામાં આવે જેથી તે તેમને પૂછી શકે કે જાહેર ઑડિટરનો રિપોર્ટ સંસદમાં ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો. એટર્ની જનરલ અને કેગને સમન કરવાના ખડગેના નિવેદન પર બીજેડીના એમપી ભર્તૃહરિ મહતાબે કહ્યુ કે મલ્લિકાર્જુન ખડગે પીએસીના અધ્યક્ષ તરીકે વ્યક્તગત રીતે એટર્ની જનરલ અને કેગને બોલાવી શકે છે પરંતુ પરી સમિતિ સમક્ષ તેમને સમન ન કરી શકે કારણકે 2018-19ના એજન્ડામાં રાફેલ ડીલ નહોતી.

સભ્યોએ કર્યો ઈનકાર

સભ્યોએ કર્યો ઈનકાર

જો કે સભ્યોએ એ વાતનો સ્વીકાર કર્યો કે રાફેલ ડીલ પર કેગનો રિપોર્ટ સમિતિ સામે રજૂ કરવામાં આવ્યો નથી. પીએસીમાં સૌથી લાંબા સમય સુધી સભ્ય તરીકે શામિલ મહતાબે કહ્યુ કે ખાનગી રીતે બોલાવવા પર બંને અધિકારીઓના નિવેદન રેકોર્ડ ન કરી શકાય. આ પ્રકારના વિચાર વ્યક્ત કરીને ટીડીપીના સાંસદ સીએમ રમેશે કહ્યુ કે જો સભ્ય ઈચ્છે તો સમિતિ એટર્ની જનરલ અને કેગને બોલાવી શકે છે પરંતુ સંસદમાં રિપોર્ટ રજૂ થયા બાદ.

પીએસીમાં મોટાભાગના ભાજપના સભ્ય

પીએસીમાં મોટાભાગના ભાજપના સભ્ય

પેનલમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએના સાંસદોએ આનો જોરદાર વિરોધ કર્યો છે. સત્તારુઢ પાર્ટીના સભ્યોએ કહ્યુ કે આ સુપ્રીમ કોર્ટની પૂછપરછ કરવા જેવુ છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યુ કે સર્વોચ્ચ અદાલતે રાફેલ સોદા પર સરકારને સ્પષ્ટ રીતે ક્લીન ચીટ આપી દીધી છે. આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ અને ખડગે જેવા અનુભવી નેતાઓ રાષ્ટ્રીય સુરક્ષાના આ સંવેદનશીલ મુદ્દાને રાજકીય બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પીએસીના 22 સભ્યોવાળી પેનલમાં ભાજપ બહુમતમાં છે કારણકે તેના 12 સાંસદ છે. વળી, ખડગે સહિત કોંગ્રેસના 3 સાંસદ છે. આ ઉપરાંત ટીએમસીના 2 સાંસદ છે. પીએસીમાં શિવસેના, અકાલી દળ, ટીડીપી, બીજેડી અને એઆઈડીએમકેના એક-એક સાંસદ છે.

English summary
Parliamentary Committee May Not Summon Attorney General and CAG Over Rafale Deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X