For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ડિગો વિમાનના ટોઇલેટમાં સિગરેટ પીવા લાગ્યો યાત્રી, કેસ નોંધાયો

અમદાવાદથી ગોવા જઈ રહેલા ઈન્ડિગો વિમાનમાં સિગરેટ પીવાને કારણે એક યાત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદથી ગોવા જઈ રહેલા ઈન્ડિગો વિમાનમાં સિગરેટ પીવાને કારણે એક યાત્રી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઈન્ડિગો વિમાન 6E-947 માં 25 ડિસેમ્બરે એક યાત્રી ટોઇલેટની અંદર સિગરેટ પી રહ્યો હતો. આ બાબતે જાણકારી મળતા જ વિમાનના સ્ટાફે તેના પર આપત્તિ વ્યક્ત કરી અને કેપ્ટનને એલર્ટ કર્યું. તેની સાથે સાથે વિમાનમાં મુસાફરી કરી રહેલા બધા જ યાત્રીઓને વિમાનના નિયમો વિશે જણાવ્યું. આરોપી યાત્રી સામે ફરિયાદ નોંધી લેવામાં આવી છે.

indigo

વિમાન જયારે ગોવા એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે તેની જાણકારી સ્થાનીય પોલીસને આપવામાં આવી. આરોપી યાત્રી સામે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે ત્યારપછી આરોપી યાત્રીને સીઆઈએસએફ ને સોંપી દેવામાં આવ્યો. વિમાનની અંદર યાત્રીઓને આ બાબતે જાણકારી આપવામાં આવી કે યાત્રા દરમિયાન સિગરેટ પીવું પ્રતિબંધિત છે અને તેવું કરવું અપરાધ પણ છે.

આ પણ વાંચો: એરપોર્ટ પર ચહેરો બનશે બોર્ડિંગ પાસ, આઈડી કાર્ડની જરૂર નથી

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા એર વિસ્તારામાં વિમાન મોડું થયાની ખબર આવી હતી જયારે વિમાનમાં એક યાત્રીએ સિગરેટ પીવા બાબતે વિવાદ કર્યો હતો. વિમાનમાં યાત્રી આ બાબતે વિવાદ કરી રહ્યો હતો કે તેને વિમાનમાં સિગરેટ પીવાની પરમિશન આપવામાં આવે. પરંતુ જયારે તેને સિગરેટ પીવા માટે પરમિશન નહીં આપવામાં આવી ત્યારે તે વિવાદ કરવા લાગ્યો.

આ પણ વાંચો: તાજી હવા ખાવા પેસેન્જરે પ્લેનનો ઇમર્જન્સી ગેટ ખોલ્યો

English summary
Passenger booked for smoking on nboard Indigo flight from Ahmedabad to goa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X