For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિંદુ પત્ની-મુસ્લિમ પતિ પાસપોર્ટ વિવાદમાં આરોપી અધિકારીનું આવ્યુ નિવેદન

હિંદુ પત્ની અને મુસ્લિમ પતિનો પાસપોર્ટ રદ કરનારા અધિકારીએ સમગ્ર વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

હિંદુ પત્ની અને મુસ્લિમ પતિનો પાસપોર્ટ રદ કરનારા અધિકારીએ સમગ્ર વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પાસપોર્ટ અધિકારી વિકાસ મિશ્રા પર લખનઉની તન્વી શેઠે આરોપ લગાવ્યા હતા કે તેમણે ધર્મના નામ પર તેમના અને તેમના પતિ અનસ સિદ્દીકી સાથે ગેરવર્તણૂક કરી હતી. હવે વિકાસ મિશ્રાએ નિવેદન આપ્યુ છે કે તેમણે તન્વી પાસે નિકાહનામું બતાવવાનું કહ્યુ હતુ.

viikas mishra

વિકાસ મિશ્રાએ કહ્યુ કે તેમણે તન્વી શેઠ પાસે માત્ર પોતાનું નિકાહનામા વાળુ માન લખવા કહ્યુ હતુ. વિકાસ મિશ્રાએ કહ્યુ કે, "તેમના નિકાહનામામાં તેમનું નામ શાજિયા અનસ હતુ પરંતુ તે એને શો કરવા નહોતી માંગતી. મે તે નામ ચડાવવા માટે તેને નિવેદન કર્યુ પરંતુ તેમણે ના પાડી દીધી."

વિકાસ મિશ્રાએ તન્વીના પતિ પર પણ સવાલ ઉભા કર્યા. તે નોઈડાની રહેવાસી હતી, તેમણે ગાઝિયાબાદમાં એપ્લાય કરવુ જોઈએ, પરંતુ તે લખનઉનુ સરનામુ બતાવીને પાસપોર્ટ લઈ રહ્યા હતા. મિશ્રાએ એ પણ કહ્યુ કે તન્વી કાર્યાલયમાં ખૂબ બૂમો પાડતી હતી અને તેણે તેમને ધમકી પણ આપી હતી. તમને જણાવી દઈએ કે તન્વી શેઠ અને તેનો પતિ અનસ સિદ્દીકીએ વિકાસ મિશ્રા પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. તન્વીએ કહ્યુ હતુ કે મિશ્રાએ તેને પોતાની સરનેમ બદલવા માટે કહ્યુ અને પતિ અનસને પોતાનો ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવા માટે કહ્યુ હતુ. આ બાબતે તૂલ પકડી લેતા વિદેશ મંત્રાલયે હસ્તક્ષેપ કરીને રિપોર્ટ માંગ્યો છે. ગુરુવારે સવારે તન્વી અને તેના પતિને નવો પાસપોર્ટ આપી દેવામાં આવ્યો છે. વળી, વિકાસ મિશ્રાની બદલી પણ કરી દેવામાં આવી છે.

English summary
Passport Officer Vikas Mishra Denies Hindu-Muslim Couple Allegations Against Himself.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X