For Quick Alerts
For Daily Alerts
પાદરીએ મહિલા સાથે ગુજાર્યો બળાત્કાર
થાણે, 4 જૂન: મહારાષ્ટ્રના થાણે શહેરમાં પવિત્ર ચર્ચના એક પાદરી પર 19 વર્ષની યુવતિ સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ધર્મની રક્ષા કરનાર પાદરીની કરતૂતથી ફક્ત માણસાઇને શરમમાં મૂકી નથી પરંતુ લોકોનો ધર્મ પર વિશ્વાસ ડગમગાવી દિધો છે. ઠાણેના શ્રીનગર પરિસરમાં ચર્ચના પાદરી પર 19 વર્ષની યુવતી સાથે બળાત્કારનો આરોપ લાગ્યો છે. યુવતીએ પાદરી પર લગ્નની લાલચ આપી બત્કાર ગુજાર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ પાદરી વિજૂ મોલ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે લગ્નની લાલચ આપી તેની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો હતો.
શ્રીનગર પોલીસને આપેલા નિવેદનમાં પીડિત છોકરીએ જણાવ્યું હતું કે ચર્ચના પાદરી વિજૂ મોલે તેને પોતાના ઘરે બોલાવી અને પછી શરબતમાં બેહોશીની દવા ભેળવીને તેને પીવડાવી દિધી હતી. બેભાન અવસ્થામાં પાદરીએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને તેના આપત્તિજનક ફોટા પણ ખેંચ્યા હતા. ત્યારબાદ પાદરી યુવતીની સાથે બળાત્કાર ગુજારતો રહ્યો હતો. જ્યારે તે ગર્ભવતી બની ગઇ તો તેને પાદરી પર લગ્ન કરવાનું દબાણ શરૂ કર્યું.
છોકરી ગર્ભવતી હોવાનું સાંભળીને પાદરીએ લગ્ન કરવાની મનાઇ કરી દિધી અને બળજબરીપૂર્વક ગર્ભપાત કરાવી દિધો. તે ધમકી આપતો રહ્યો હતો કે જો તેને ગર્ભપાત ન કરાવ્યો તો તે તેના ફોટા ઇન્ટરનેટ પર મૂકી દેજે. છોકરીની ફરિયાદના આધાર પર શ્રીનગર પોલીસે 32 વર્ષના પાદરી વિજૂ મોલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે પાદરી ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.