For Quick Alerts
For Daily Alerts
પાસવાને માગ્યું નીતિશ સરકારનું રાજીનામુ
નવી દિલ્હી, 20 નવેમ્બર: લોકશક્તિ પાર્ટીએ ગઇકાલે પટનામાં ગંગા ઘાટ પર છટ પૂજા દરમિયાન થયેલી ધક્કામૂકીમાં 22 લોકોના મોત માટે બિહાર સરકારને કારભૂત ગણાવી તેમના રાજીનામાની માગ કરી છે.
લોજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ સાંસદ રામવિલાસ પાસવાને આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુનીલ કુમાર મોદીને તેમની પાર્ટીએ પત્ર લખી પહેલા જ સચેત કરી દીધા હતા.
તેમણે જણાવ્યું કે સરકારે બેજવાબદારી ભર્યુ વલણ અપનાવ્યું જેના કારણે આ ઘટના ઘટી છે. આ ઘટનામાં 22 લોકોના મોત થયા છે. તેમણે આ ઘટનાની કાનૂની તપાસ કરવાની માગ કરતા જણાવ્યું કે નીતિશ કુમારે રાજીનામુ આપી દેવું જોઇએ. અને જો તે રાજીનામુ ના આપે તો રાજ્યપાલે પ્રદેશ સરકારને બર્ખાસ્ત કરવી જોઇએ.
પાસવાને આ ઘટનામાં મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયા અને પ્રત્યેક ઘાયલ વ્યક્તિને દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની માગ કરી છે.