પતંજલિનો દાવો, કોરોનાના ઈલાજ માટે બનાવી લીધી દવા 'શ્વાસારી વટી કોરોનિલ'
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે પરંતુ તેમછતાં આ સંક્રમણ ઘટવાનુ નામ નથી લેતુ. લાખો લોકો ભારતમાં આ સંક્રમણની ચપેટમાં આવી ચૂક્યા છે જ્યારે હજારો લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આ દરમિયાન યોગગુરુ રામદેવની કંપની પતંજલિ યોગપીઠે દાવો કર્યો છે કે તેમની કંપનીએ કોરોનાના ઈલાજ માટે આયુર્વેદિક દવા બનાવી લીધી છે અને તેને આજે 12 વાગે લૉન્ચ કરવામાં આવશે. પતંજલિ કંપનીના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણએ આ બાબતે ટ્વિટ કરીને માહિતી આપી છે. આ દવાનુ નામ શ્વાસાલી વટી કોરોનિલ છે જેને આજે લૉન્ચ કરવામાં આવશે.

ગર્વની ક્ષણ
આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કરીને કહ્યુ કે અમારા માટે આ ગર્વની ક્ષણ છે કે અમે કોરોનાના સંક્રમણને રોકવા માટે પહેલી તથ્યાત્મક આયુર્વેદિક દવા લાવવા જઈ રહ્યા છે. આ દવાને આજે 12 વાગે હરિદ્વારન પતંજલિ યોગપીઠથી લૉન્ચ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગયા મહિને બાલકૃષ્ણએ કહ્યુ હતુ કે તેમની કંપની દ્વારા એક આયુર્વેદિક દવાની શોધ કરવામાં આવી છે જે કોરોના વાયરસ સામે લડી શકે છે અને દર્દી 5.15 દિવસમાં રિકવર થઈ શકે છે. તેમણે ટ્વિટ કર્યુ, 'કોરોનાની એવિડેન્સ બેઝ્ડ પ્રથમ આયુર્વેદિક ઔષધિ, શ્વાસારી વટી કોરોનિલને સંપૂર્ણ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટ સાથે કાલે બપોરે 12 વાગે પતંજલિ યોગપીઠ હરિદ્વારથી લૉન્ચ કરી રહ્યા છે.'

100 ટકા પરિણામનો દાવો
બાલકૃષ્ણએ કહ્યુ હતુ કે અમે કોરોનાનુ સંક્રમણ ફેલાયા બાદ વૈજ્ઞાનિકોની એક ટીમ બનાવી છે. પહેલા અમે સિમુલેશન કર્યુ અને યૌગિકોની ઓળખકરી જે કોરોના વાયરસ સામે લડી શકે છે અને શરીરમાં આના પ્રસારને રોકી શકે છે. ત્યારબાદ અમે સેંકડો સકારાત્મક રોગીઓ પર આની ક્લીનિકલ કેસ પરીક્ષણ કર્યા અને અધ્યયન બાદ અમે 100 ટકા પરિણામ મળ્યા છે. અમારી દવા લીધા બાદ કોરોનાના દર્દી 5-14 દિવસમાં રિકવર થઈ ગયા છે અને તેમનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. માટે અમે કહી શકીએ છીએ કે કોરોનાનો આયુર્વેદથી ઈલાજ થઈ શકે છે. અમે આ અંગેના તથ્ય અને આંકડા જારી કરીશુ.

યોગ કરો
પતંજલિના સીઈઓએ કહ્યુ કે લોકોએ યોગાભ્યાસ કરવો જોઈએ અને ખુદને સ્વસ્થ રાખવા જોઈએ. સંતુલિત આહાર લેવો જોઈએ જેનાથી તેેમની ઈમ્યુનિટી સારી રહે. તમને જણાવી દઈએ કે મંગળવારે કોરોના વાયરસના 14933 નવા કેસ નોંધવામાં આવ્યા ત્યારબાદ દેશમાં દર્દીઓની સંખ્યા 440215 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 312 દર્દીના મોત થયા છે અને મૃતકોનો આંકડો વધીને 14011 થઈ ગયો છે.
#कोरोना की एविडेंस बेस्ड प्रथम #आयुर्वेदिक औषधि, #श्वासारि_वटी ,#कोरोनिल का संपूर्ण साइंटिफिक डॉक्यूमेंट के साथ कल दोपहर 12 बजे #पतंजलि योगपीठ हरिद्वार से लॉन्च कर रहे है🙏🏻 pic.twitter.com/SQ5cXOzHVB
— Acharya Balkrishna (@Ach_Balkrishna) June 22, 2020
H1-B વિઝા રદ થયા બાદ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આપ્યુ મોટુ નિવેદન