For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર જંયતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઊજવાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ઓક્ટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભ ભાઇ પટેલને વધુ એક શ્રદ્ધાંજલિ આપી છે. મોદી સરકારે દેશને એકજૂટ કરનાર સરદાર પટેલના પ્રયત્નો પ્રત્યે શ્રદ્ધાંજલિ તરીકે તેમની જયંતીને 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

એક સરકારી જાહેરાત અનુસાર સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા સંબંધી કાર્યક્રમ નવી દિલ્હીમાં સંસદ માર્ગના પટેલ ચોક પર કરવામાં આવશે. તમામ મોટા શહેરો, જિલ્લા મુખ્યાલય, શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં અન્ય સ્થાનો પર પણ 'રન ફોર યૂનિટી'નું આયોજન કરવામાં આવશે. જેમાં સમાજના તમામ વર્ગના ખાસ કરીને કોલેજ, એનસીસી અને એનએસએસના યુવકો ભાગ લેશે.

sardar patel
રાષ્ટ્રીય રાધધાની દિલ્હીમાં રાજપથ પર વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી 'રન ફોર યૂનિટી'નું આયોજન કરવામાં આવશે. આ અવસર પર તમામ સરકારી કાર્યાલયો, સાર્વજનિક ઉપક્રમો અને અન્ય સંસ્થાનોમાં શપથ ગ્રહણ સમારંભનું પણ આયોજન કરવામાં આવશે. સંબંધિત સંગઠન તેનો સમય નક્કી કરશે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના તટ પર પટેલની દુનિયાની સર્વોચ્ચ પ્રતિમા બનાવવાની પહેલ પહેલાથી જ શરૂ કરી દીધી હતી. પટેલ ગુજરાતથી આવનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા.

ગૃહ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે આ અવસર આપણા રાષ્ટ્રને એકતા, અખંડતા તથા સુરક્ષાની સામે ઊભેલા ખતરા પ્રત્યે પોતાની શક્તિ અને દ્રઢતા પ્રત્યે ફરિથી નિશ્ચય પ્રકટ કરવાની તક પૂરી પાડશે.

English summary
The government has decided to observe the birth anniversary of Sardar Vallabhbhai Patel on October 31 as "Rashtriya Ekta Diwas' ( National Unity Day) every year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X