For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટનાની હોસ્પિટલમાં ગેસ લીકેજ : મીડ ડે મીલ હોનારતના બાળકોને મુશ્કેલી

|
Google Oneindia Gujarati News

પટના, 19 જુલાઇ : પટનાના પીએમસીએચ હોસ્પિટલમાં અચાનક ગેસ લીકેજની દુર્ઘટના બની છે. આ કારણે હોસ્પિટલમાં નાસભાગ મચી ગઇ હતી. જેના કારણે બિહારના છપરા જિલ્લાની એક સ્કૂલમાં જંતુનાશકોવાળું મિડ ડે મીલ ખાધા બાદ બિમાર પડી ગયેલા જે બાળકોને અહીં સારવાર આપવામાં આવી રહી હતી, તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે હોસ્પિટલમાં ગેસ લીક થતાં બાળકોને તત્કાળ બહાર કાઢવા પડ્યા છે.

છપરા કરુણાંતિકામાં 23 બાળકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 25 જેટલા બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમસીએચના મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર અમરકાંત ઝાના જણાવ્યા મુજબ બાળકોને જ્યાં સારવાર આપવામાં આવી રહી છે ત્યાં ગેસ લીક થયો નથી. જે એસીનો ગેસ લીક થયો છે તેને રિપેર કરી લેવામાં આવ્યું છે. વોલ્ટેજમાં વધારા ઘટાડાને કારણે આમ બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે હોસ્પિટલમાં એક એર કન્ડિશનરમાં નાનકડો ધડાકો થયો હતો અને પછી ગેસનું ગળતર થયું હતું. આ કારણે હોસ્પિટલમાં નાસભાગ મચી હતી. જ્યાં જરૂર લાગી છે તે વોર્ડમાંથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે.

mid-day-meal-tragedy
English summary
Patna hospital Gas leaks : Mid-day meal children admitted here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X