For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂખથી રસ્તા વચ્ચે તડપી રહ્યો વૃદ્ધ, રડાવી નાખે તેવી કહાની

સરકાર ઘ્વારા લાખો દાવા કર્યા પછી પણ બિહાર સ્વાસ્થ્ય વિભાગના સરકારી હોસ્પિટલ સુધારવાનું નામ નથી લઇ રહ્યા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

સરકાર ઘ્વારા લાખો દાવા કર્યા પછી પણ બિહાર સ્વાસ્થ્ય વિભાગના સરકારી હોસ્પિટલ સુધારવાનું નામ નથી લઇ રહ્યા. બિહારના જમુઈ જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી માનવતાને શરમાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ છેલ્લા ત્રણ ચાર દિવસથી હોસ્પિટલના ઈમરજેંસી ગેટ બહાર પડ્યો હતો. તેમને કોઈ પણ ડોક્ટર કે સ્વીપર જોવા માટે પણ તૈયાર ના હતા. ત્યાંથી પસાર થઇ રહેલા એક સમાજસેવીની નજર આ વૃદ્ધ પર પડી. તેમને મીડિયાને ફોન કરી હોસ્પિટલની કરતૂત જણાવી. ત્યારપછી જયારે હોસ્પિટલ પ્રસાશનને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમને જણાવ્યું કે તેમને કઈ ખબર હતી જ નહીં.

bihar

મળતી જાણકારી અનુસાર આખો મામલો બિહારના જમુઈ જિલ્લાના સદર હોસ્પિટલનો છે. જ્યાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એક વૃદ્ધ વ્યક્તિ હોસ્પિટલ સામે સુઈ રહ્યો હતો. પરંતુ કોઈએ પણ તેની સમસ્યા જાણવાની કોશિશ કરી નહીં. જયારે આ વાતની જાણકારી મીડિયા સુધી ગયી ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં જ હોસ્પિટલમાં દાખલ કેટલાક લોકો ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વ્યક્તિ ને ત્રણ ચાર દિવસ પહેલા જ દાખલ કરવામાં આવ્યો હતો.

આ વ્યક્તિને ભરતી કરાવવા માટે કેટલાક લોકો આવ્યા અને પછી તેઓ ચાલ્યા ગયા કેટલાક દિવસ સુધી તેમનો ઉપચાર પણ ચાલ્યો પરંતુ તેઓ હોસ્પિટલથી નીકળીને જમીન પર કઈ રીતે પહોંચી ગયા તેના વિશે કોઈને પણ જાણ નથી. ત્રણ ચાર દિવસથી બીમાર વૃદ્ધ હોસ્પિટલની ચારો તરફ ફરીને ઉપચાર કરાવી રહેલા દર્દીઓ પાસે ખાવાનું માંગીને ખાતો હતો અને ડોક્ટરની રાહ જોઈને હોસ્પિટલની બહાર પડ્યો રહેતો હતો.

જયારે આ મામલે સિવિલ સર્જન સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે આ મામલે તેમને કઈ પણ જાણ નથી. તમારા જ માધ્યમથી મને જાણવા મળ્યું છે. હવે તે વૃદ્ધનો ઉપચાર કરવામાં આવશે અને બેદરકારી દાખવનાર કર્મચારી વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

English summary
Patna Old man seen before hospital negligence shown health department
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X