For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paytm માલિકને બ્લેકમેલ કરી રહી હતી સેકેટરી, માંગ્યા 20 કરોડ

નોઈડામાં પોલીસે પેમેન્ટ કંપની પેટીએમના ત્રણ કર્મચારીઓને ડેટા ચોરી કરવા અને તે ડેટાના આધાર પર 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપ પર ધરપકડ કરી છે.

|
Google Oneindia Gujarati News

નોઈડામાં પોલીસે પેમેન્ટ કંપની પેટીએમના ત્રણ કર્મચારીઓને ડેટા ચોરી કરવા અને તે ડેટાના આધાર પર 20 કરોડ રૂપિયાની ખંડણી માંગવાના આરોપ પર ધરપકડ કરી છે. આ મામલે કંપનીના માલિક વિજય શેખર શર્માએ પોલીસમાં રિપોર્ટ નોંધાવી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલે એક મહિલા અને તેના સહયોગીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મહિલા વિજય શેખર શર્માની સેકેટરી છે, જે ચોરી કરવામાં આવેલા ડેટાના બદલામાં તેમની પાસેથી ભારે રકમની માંગણી કરી રહી હતી.

vijay shekhar sharma

નોઈડા પોલીસ અનુસાર આ લોકો પેટીએમ માલિક વિજય શેખર શર્માની કંપનીમાંથી ડેટા ચોરી કરીને તેમની પાસેથી 20 કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રણે લોકો કંપનીમાં જ કામ કરે છે. તેમાં વિજયા શેખર શર્માની મહિલા સેકેટરી પણ શામિલ છે. હાલમાં મહિલા કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ પદ પર હતી. ત્રણે વિરુદ્ધ મામલો સેક્ટર 20 પોલીસ ચોકીમાં નોંધવામાં આવ્યો છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે વિજય શેખરની મહિલા સેકેટરીએ પોતાના બીજા સહયોગીઓની મદદથી કંપનીમાં ગ્રાહકોના અરબો રૂપિયાનો મહત્વનો ડેટા ચોરી કર્યો છે. જેના બદલામાં તેઓ વિજય શેખર પાસેથી 20 કરોડ રૂપિયાની ખંડણી માંગી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલી મહિલાનું નામ સોનિયા ધવન છે. તે કંપનીના માલિક વિજય શેખર શર્માની સેકેટરી પણ છે. તેને એક અન્ય કર્મચારી દેવેન્દ્રની મદદથી કંપનીના ડેટા ચોરી કર્યા હતા. આ આખા કાંડમાં સોનિયાનો પતિ રૂપક જૈન પણ શામિલ છે. ત્રણે અપરાધી નોઈડાના રહેવાસી છે.

English summary
Paytm employees arrested for blackmailing boss, Vijay Shekhar Sharma, for Rs 20 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X