For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં પિકનિક મનાવવા ગયેલા લોકોની બસ ખીણમાં પડતા 33 ના મોત

મહારાષ્ટ્રના પોલાદપુરમાં એક ભયંકર દુર્ઘટના ઘટી છે. અહીં એક પ્રવાસી બસ ખીણમાં પડી જવાના સમાચાર છે. હાલમાં મળી રહેલા સમાચારો મુજબ આ દુર્ઘટનામાં 33 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના પોલાદપુરમાં એક ભયંકર દુર્ઘટના ઘટી છે. અહીં એક પ્રવાસી બસ ખીણમાં પડી જવાના સમાચાર છે. બસમાં તે સમયે 40 લોકો હતા. હાલમાં મળી રહેલા સમાચારો મુજબ આ દુર્ઘટનામાં 33 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ બસમાં એક સંસ્થાના કર્મચારી પિકનિક માટે જઈ રહ્યા હતા.

maharashtra accident

કોંકણના પશ્ચિમ મહારાષ્ટ્રને જોડતા પોલાદપુર પાસે આંબેનલી ઘાટ પર એક પ્રાઈવેટ બસ 200 ફૂટ નીચે ખીણમાં પડી ગઈ. દુર્ઘટનાગ્રસ્ત બસમાં કોંકણ કૃષિ વિદ્યાપીઠના 38 કર્મચારીઓ અને 2 વાહનચાલક એમ કુલ મળીને 44 લોકો હાજર હતા. આ ઘટનામાં 33 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. મહિનાના ચોથી શનિવાર અને રવિવારે રજા હોવાના કારણે બધા કર્મચારીઓ મહાબળેશ્વર પિકનિક માટે નીકળ્યા હતા. આ દરમિયાન વિદ્યાપીઠના કર્મચારીઓને લઈને બસ જઈ રહી હતી. ત્યારે જ અચાનક રાયગઢમાં પોલાદપુર ઘાટ પર બસ ખીણમાં પડી ગઈ.

ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલિસ અને મહાબળેશ્વર ટ્રેકર્સ ગ્રુપના કર્મચારીઓ બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક પોલિસ અને નાગરિકો દ્વારા બચાવ કાર્ય ચાલુ છે. આ ભીષણ દુર્ઘટના કેવી રીતે બની, કેટલા લોકો આ દુર્ઘટનાનો શિકાર બન્યા તેની હજુ સુધી જાણકારી મળી શકી નથી.

English summary
people died after a bus fell down a mountain road in Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X