
કપિલ શર્મા શૉ પર સંકટ, સિદ્ધુને બહાર કરવાની માંગ
ટ્વિટર પર પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ અંગે એક માંગ ઉઠી રહી છે. લોકો નવજોત સિંહ સિદ્ધુને કપિલ શર્મા શૉથી બહાર કરવાની માંગ કરી રહ્યા છે. ખરેખર ગુરુવારે કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ જવાનો પર થયેલા આતંકી હુમલાને કારણે આખો દેશ ગુસ્સામાં છે. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ ઘ્વારા એક નિવેદન આપવામાં આવ્યું જેને કારણે આ પ્રકારની માંગ ચાલી રહી છે. આખા દેશમાં લોહીને બદલે લોહીની માંગ કરી રહ્યા છે. બધા જ લોકો બદલો લેવા માટે સરકાર તરફ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: 5 દિવસ પહેલા જ ડ્યુટી પર ગયા વિજય, ખબર સાંભળી પત્ની બેભાન

શુ બોલ્યા સિદ્ધુ?
નવજોત સિંહ સિદ્ધુએ પુલવામાં હુમલા અંગે કહ્યું કે આ ઘટના ખુબ જ નિંદનીય છે, આ કાયરતાપૂર્ણ કામ છે. વાતચીત ઘ્વારા આ સમસ્યાનું સમાધાન કરવાની જરૂર છે. ક્યાં સુધી આપણા જવાનોનો જીવ કુરબાન થશે? ક્યાં સુધી આ રક્તપાત ચાલુ રહેશે? આવું કરનાર લોકોને સજા મળવી જોઈએ. પરંતુ જયારે આ આતંકી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે સિદ્ધુએ કહ્યું કે, આતંકવાદનો કોઈ દેશ નથી હોતો, તેમનો કોઈ ધર્મ પણ નથી હોતો, તેમની કોઈ જાતિ નથી હોતી.
|
સિદ્ધુએ શૉથી બહાર કરો કપિલ
સિદ્ધુના નિવેદનમાં પાકિસ્તાન સામે કઈ પણ નહીં કહેવા બાબતે લોકો ગુસ્સામાં ટવિટ કરી રહ્યા છે. લોકો કપિલ શર્માને ટેગ કરી રહ્યા છે કે તેઓ સિદ્ધુને શૉથી બહાર કરે નહિ તો તેઓ કપિલ શર્મા શૉને બાયકોટ કરશે. એક યુઝરે લખ્યું છે કે સિદ્ધુને શૉથી બહાર કરવું શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમાન છે.

હેવાનિયતનો પૂરો હિસાબ થશે
આ હુમલા બાદ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સુરક્ષા સંબંધી સમિતિની બેઠક થઈ જેમાં પાકિસ્તાનથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે આતંકીઓને કોઈ કિંમત પર છોડવામાં નહિ આવે. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘આ હુમલા માટે સમગ્ર દેશમાં ગુસ્સો છે, દેશનું લોહી ઉકળી રહ્યુ છે. આતંકને કચડવા માટે કાર્યવાહી ઝડપી કરવામાં આવશે અને આપણા જવાનોના બલિદાનની મોટી કિંમત આતંકીઓએ ચૂકવવી પડશે. હું રાજકીય પક્ષોને અપીલ કરુ છુ કે આપણે સૌ રાજકીય દોષારોપણથી દૂર રહીએ. આપણે સૌએ એક થઈને આતંકવાદ સામે ઉભુ રહેવાનુ છે અને લડવાનુ છે. અમે સુરક્ષાબળોને સંપર્ણ છૂટ આપી દીધી છે. કોઈને પણ બક્ષવામાં નહિ આવે. આ હુમલા માટે આતંકવાદીઓને સજા મળશે.'