For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશીમાં લાગ્યા પોસ્ટર, ‘ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ'

કાશીમાં અલ્પેશ ઠાકોરના વિરોધ રૂપે પોસ્ટર પર લખ્યુ છે કે, ‘ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ.’

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં મજૂરોના થઈ રહેલા પલાયનમાં કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરનો ભડકાઉ વીડિયો સામે આવ્યા બાદ એક તરફ સુશીલ મોદી રાહુલ ગાંધીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપને બદનામ કરવાના ષડયંત્રનો આરોપ લગાવીને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર સામે પ્રદર્શન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં તેમને નવરાત્રિ પર દશાનન રાવણ બનાવી પોસ્ટર જાહેર કર્યા છે. આ પોસ્ટરમાં એક તરફ ગુજરાતના સીએમ વિજય રૂપાણીનો ફોટો છે. પોસ્ટર પર લખ્યુ છે કે, 'ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ.'

રાવણ રૂપી અલ્પેશને મુક્તિ અપાવશે

રાવણ રૂપી અલ્પેશને મુક્તિ અપાવશે

પોસ્ટર લગાવનાર શ્રીપતિએ જણાવ્યુ કે નવરાત્રિના સમયે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થકોએ જે રીતે બિહાર અને ઉત્તર ભારતના રહેવાસીઓ પર હુમલા કરાવ્યા છે. તે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ વખતે દશેરા પર સીએમ વિજય રૂપાણી રાવણ રૂપી અલ્પેશને મુક્તિ અપાવી દેશને એક સારો સંદેશ આપશે.

આ પણ વાંચોઃ 'ગુજરાત નહીં છોડો તો માથાં વાઢીને ટ્રેનથીં બિહાર મોકલશું'આ પણ વાંચોઃ 'ગુજરાત નહીં છોડો તો માથાં વાઢીને ટ્રેનથીં બિહાર મોકલશું'

અલ્પેશ ઠાકોરના રાવણ રૂપી પોસ્ટર

અલ્પેશ ઠાકોરના રાવણ રૂપી પોસ્ટર

ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો વિરોધ કરીને વારાણસીના તહસીલ, કચેરી, અર્દલી બજાર, શિવપુર, કેન્ટ સહિત ઘણા વિસ્તારોમાં પોસ્ટર લગાવ્યા છે. શહેરમાં અલગ અલગ રૂટ પર ચાલતી પેસેન્જર ગાડીઓ પર પણ અલ્પેશ ઠાકોરના રાવણ રૂપી પોસ્ટર લગાવાયા છે.

પીએમ મોદી અંગે એક પોસ્ટર

પીએમ મોદી અંગે એક પોસ્ટર

તમને જણાવી દઈએ કે કાલે બિહાર અને ઉત્તર ભારતીયોના સમર્થનમાં એકતા મંચે પીએમ મોદી અંગે એક પોસ્ટર જાહેર કર્યુ હતુ જેમાં તેમને ગુજરાત જવાની વાત કહી હતી.

આ પણ વાંચોઃ ડૉક્ટરોનો કરિશ્મા! 4 વર્ષની માસૂમની ખોપડીનું કર્યુ ટ્રાન્સપ્લાન્ટઆ પણ વાંચોઃ ડૉક્ટરોનો કરિશ્મા! 4 વર્ષની માસૂમની ખોપડીનું કર્યુ ટ્રાન્સપ્લાન્ટ

English summary
people opposing alpesh thakor in kaashi uttar pradesh by posters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X