Related Articles
-
રાજસ્થાનમાં મહાત્મા ગાંધીની મૂર્તિ તોડવામાં આવી
-
લેનિન, આંબેડકર પછી કેરળમાં મહાત્મા ગાંધીની પ્રતિમા થઇ ક્ષતિગ્રસ્ત
-
મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PMએ આપી શ્રદ્ધાજંલિ
-
ઇઝરાયલ અને ભારતની મિત્રતાની નવી સવાર: ઇઝરાયલPM
-
પ્રવાસી સંમેલનમાં PM: અમારી નજર કોઇની જમીન પર નથી
-
ગુજ.માં ઉમા ભારતી: ગાંધીજીની હત્યાથી ફાયદો કોને?
-
રાહુલ ગાંધી ઉપવાસના નામે ઉપહાસ કરી રહ્યા છે : ભાજપ
અમદાવાદ, 30 જાન્યુઆરી: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આજે 66માં નિર્વાણ દિવસ પર રાષ્ટ્રએ તેમને યાદ કર્યા, અને દેશભરમાં તેમના પૂતળા અને છબિઓ પર ફૂલમાળા ચડાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન મનમોહન સિંહ અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ રાજઘાટમાં ગાંધીજીની સમાધી પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, રક્ષામંત્રી એકે એંટની, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, વરિષ્ઠ ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ત્રણેય સેનાના પ્રમુખોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રિમંડળના સભ્યો રાખી બિરલા, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈને પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ વિભિન્ન રાજનૈતિક દળોના નેતાઓ સહિત તમામ જાતિના લોકોએ ગાંધીજીની સમાધી સ્થળે જઇને શ્રદ્ધાંજલિ આપી.
આ અવસરે એક સર્વધર્મ પ્રાર્થનાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ, મુસ્લિમ, બોદ્ધ, ઇસાઇ, જૈન, પારસી અને શીખ ધર્મના ધાર્મિક નેતાઓએ ભાગ લીધો હતો. આ અવસરે ભક્તિ ગીત પણ ગાઇ હતી. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં ઘણા વિદ્યાલયોમાંથી આવેલા 250 વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો.
તસવીરોમાં જુઓ ક્યાં ક્યાં અને કેવી રીતે અર્પણ કરાઇ બાપુને શ્રદ્ધાંજલિ.....
અમદાવાદ
અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે બાળકો દ્વારા મહાત્મા ગાંધીને પુષ્પમાળા પહેરાવીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી.
રાજઘાટ, નવી દિલ્હી
રાજઘાટ ખાતે લોકોએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન મનમોહન સિંહ
દેશના વડાપ્રધાન મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી દિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી.
સોમનાથ ભારતી
દિલ્હીના કાનૂનમંત્રી સોમનાથ ભારતીના બાપુને નમન.
સોનિયા ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વડાપ્રધાન મનમોહન સિંહ
દેશના વડાપ્રધાન મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજઘાટ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સેના પ્રમુખો
ત્રણેય સેનાના પ્રમુખોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્મારક પર પુષ્પાંજલિથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજઘાટમાં ગાંધીજીની સમાધી પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના મંત્રિમંડળના સભ્યો રાખી બિરલા, સોમનાથ ભારતી, સત્યેન્દ્ર જૈને પણ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ વિભિન્ન રાજનૈતિક દળોના નેતાઓ સહિત તમામ જાતિના લોકોએ ગાંધીજીની સમાધી સ્થળે જઇને શ્રદ્ધાંજલિ આપી.
વારાણસી અને અમદાવાદ
વારાણસી અને અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે વિદ્યાર્થીઓ અને નાગરિકો દ્વારા બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
|
નરેન્દ્ર મોદી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બાપુને યાદ કર્યા હતા.