For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શબનમ નામથી ગભરાય છે આ ગામના લોકો, જાણો આખો મામલો

પશ્ચિમ યુપીના અમરોહામાં બાવન ખેડી ગામના લોકો આજે પણ શબનમ નામથી ડરે છે. તેઓ ભૂલથી પણ બાળકોનું નામ શબનમ નથી રાખતા

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ યુપીના અમરોહામાં બાવન ખેડી ગામના લોકો આજે પણ શબનમ નામથી ડરે છે. તેઓ ભૂલથી પણ બાળકોનું નામ શબનમ નથી રાખતા. શબનમ નામ તેમના દિલ અને દિમાગમાં એક ખોફનાક તસ્વીર પેદા કરી દે છે, જેને તેઓ આજ સુધી નથી ભૂલી શક્યા. ખરેખર તેમને એવું લાગે છે કે શબનમ એક કલંક છે. તો આગળ જાણો આખરે કેમ તેઓ આ નામથી આટલા ગભરાય છે અને તેની પાછળ કયું કારણ છે.

આ પણ વાંચો: ઘરમાં લિવ ઈન કપલની લાશ મળી, રાત્રે પ્રેમીએ કત્લેઆમ મચાવી

શુ છે આખો મામલો

શુ છે આખો મામલો

આખો મામલો વર્ષ 2008 એપ્રિલ મહિનાનો છે. શબનમ નામની એક યુવતીએ પ્રેમ અને પૈસા માટે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને પોતાના આખા પરિવારની કત્લેઆમ કરી. પરિવારમાં સાત લોકો હતા, જેમાં તેમનો 2 વર્ષનો માસૂમ ભત્રીજો પણ હતો. તેમને કુહાડીથી એક-એક કરીને બધાનું માથું ધડથી અલગ કરી નાખ્યું.

આજ સુધી સજા નથી થઇ

આજ સુધી સજા નથી થઇ

શબનમના કાકા સતારે જણાવ્યું કે હજુ સુધી શબનમ અને તેના પ્રેમી સલીમને સજા નથી થઇ. જયારે સુપ્રીમકોર્ટે પણ તેમને સજા આપી દીધી છે. રાષ્ટ્રપતિએ પણ તેમની દયા અરજી ફગાવી દીધી હતી. તેમ છતાં હજુ સુધી બંનેને સજા નથી મળી શકી.

કોઈ પોતાના બાળકનું નામ શબનમ નથી રાખતું

કોઈ પોતાના બાળકનું નામ શબનમ નથી રાખતું

ગામના રહેવાસી ફારૂક અહમદ અનુસાર જે થયું તે ખોટું થયું. આ ઘટનાથી લોકોના દિલ અને દિમાગ પર ભારે અસર થઇ છે. જેને કારણે આજ સુધી કોઈએ પણ પોતાના બાળકનું નામ શબનમ નથી રાખ્યું.

ગામના લોકો હજુ સુધી ખોફમાં છે

ગામના લોકો હજુ સુધી ખોફમાં છે

ગામના રહેવાસી પ્રધાન મોહમ્મદ નવી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગામમાં હજુ પણ લોકો ગભરાઈ રહ્યા છે કે શબનમ જેવો કાંડ ફરી ના થાય. એટલા માટે આજ સુધી કોઈએ પણ શબનમ નામ નથી રાખ્યું.

English summary
People scared of name shabnam in this village of amroha
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X