India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુર્ગા વિસર્જન માટે ગયેલા લોકો પર હુમલો, દેશી બનાવટના બોમ્બ ફેંકાયા

|
Google Oneindia Gujarati News

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. રાજ્યના દુર્ગાપુરના અન્નપૂર્ણા વિસ્તારમાં શનિવારે કેટલાક અજાણ્યા બદમાશોએ દેવી દુર્ગાની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ પરત આવતા લોકો પર દેશી બનાવટના બોમ્બ ફેંક્યા અને વાહનોની તોડફોડ કરી હતી. ઘટના અંગે માહિતી આપતા એસીપી (પૂર્વ) ધ્રુજ્યોતિ મુખર્જીએ જણાવ્યું કે, કેટલાક લોકોને નાની-મોટી ઇજાઓ થઇ છે. અમે હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલો અનેક લોકોના સમૂહ દ્વારા કરવામાં આવ્યો હતો. પહેલા વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ દેશી બનાવટના બોમ્બ પણ લોકો પર ફેંકવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ જ્યારે ભક્તો દુર્ગા પૂજા બાદ દેવીની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા, ત્યારે પરત ફરતી વખતે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલાનું કારણ હજૂ સુધી જાણી શકાયું નથી. ઘટના બાદ ઘટનાસ્થળે ભારે ભીડ એકઠી થઈ હતી, માહિતી મળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા.

બાંગ્લાદેશમાં શુક્રવારના રોજ હિન્દુ મંદિરો પર હુમલા શરૂ થયા હતા. મુસ્લિમ ટોળાએ દુર્ગા પંડાલો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. મંદિરોમાં દેવી -દેવતાઓની મૂર્તિઓ તોડવાનું શરૂ કર્યું હતું. એક જગ્યાએથી શરૂ થયેલો આ હોબાળો ધીમે ધીમે વધવા લાગ્યો અને 22 જિલ્લાઓમાં મંદિરો પર હુમલા થવા લાગ્યા હતા. સર્વત્ર અશાંતિનું વાતાવરણ હતું અને પંડાલો તોડી પાડવામાં આવી રહ્યા હતા. ઘણી જગ્યાએ પોલીસે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો, જ્યારે ઘણી જગ્યાએ ટોળું પોલીસ સામે જ પંડાલો તોડતું જોવા મળ્યું હતું.

બાંગ્લાદેશમાં પણ મંદિરોમાં તોડફોડ

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા અવિરત ચાલુ છે અને જાણે કે શેખ હસીનાની સરકારે હિન્દુ લઘુમતીઓને મરવા માટે છોડી દીધા છે. સમગ્ર બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી રહી છે. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. હિન્દુઓ વિરુદ્ધ હિંસાની તસવીરો વિવિધ વિસ્તારોમાંથી આવી રહી છે.

તાજેતરના અહેવાલ મુજબ બાંગ્લાદેશમાં વધુ 2 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે અને ઘણા મંદિરોમાં સંપૂર્ણ તોડફોડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર હિંસાની તાજેતરની ઘટના દક્ષિણ શહેર બેગમગંજમાં બની હતી, જ્યારે 200 થી વધુ લોકોના ટોળાએ એક મંદિર પર હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે હિન્દુ ભક્તો દુર્ગા પૂજાના અંતિમ દિવસે ધાર્મિક વિધિ કરી રહ્યા હતા.

ભારતે વ્યક્ત કરી ચિંતા

બાંગ્લાદેશમાં કેટલાક ઉગ્રવાદી પક્ષોએ રાજકીય લાભ માટે મંદિરો પર હુમલો કર્યો હતો. જેના પર બાંગ્લાદેશના વડાપ્રધાને જણાવ્યું કે, જે લોકોનો વિશ્વાસ મેળવી શકતા નથી, તેઓ સમાન હિંસા કરે છે. આવા સમયે ભારતે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડવા બાંગ્લાદેશ સરકાર પાસે માગ કરી છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર સાથે સંપર્કમાં છે અને પડોશી દેશ આ મુદ્દે કાર્યવાહી કરી રહ્યો છે. આ સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતને સંબોધતા કહ્યું હતું કે, અમને આશા છે કે, ત્યાં એવું કંઈ થશે નહીં, જે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયને અસર કરતી કોઈપણ પરિસ્થિતિને અસર કરી શકે.

આ પહેલા પણ થયા છે હુમલાઓ

બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં મંદિરો અને હિન્દુ સમુદાયો પર હુમલા નવા નથી. આ બે દેશોના કટ્ટરવાદીઓ દરેક વસ્તુ પર હિન્દુ મંદિરોનો નાશ કરતા રહે છે. ક્યારેક કોઈ રાજકીય હેતુ માટે મંદિરનો નાશ કરે છે, તો કોઈ કારણ વગર કોઈ પણ હિન્દુ ગામ પર હુમલો કરે છે. બાંગ્લાદેશમાં 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર 1990 સુધી હિન્દુઓ વિરુદ્ધ સતત હિંસા કરવામાં આવી હતી, જેમાં હજારો હિન્દુઓ માર્યા ગયા હતા. એવું કહેવાય છે કે, હિંદુઓ પર હુમલા બાદ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે બદમાશોનો જુસ્સો વધતો રહે છે. જો કે, બાંગ્લાદેશના મુસ્લિમો માને છે કે, આવી હિંસક ઘટનાઓ દુર્લભ છે અને મુસ્લિમોએ કોમી સંપ જાળવી રાખ્યો છે.

English summary
West Bengal group of people hurled crude bombs and vandalised vehicles after immersion Durga.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X