સાવધાન! પેપ્સી પીવાથી થઇ શકે છે કેન્સર, મળી આવ્યા ખતરનાક કેમિકલ
નવી દિલ્હી, 4 જૂલાઇ: પેપ્સી પીનારાઓ માટે એક ખરાબ સમાચાર છે. સમાચાર એવા છે કે તમારા રુંવાટા ઉભા થઇ જશે. પર્યાવરણ સંબંધી સમૂહ સેન્ટર ફૉર એનવાયર્નમેન્ટલ હેલ્થે એક તપાસમાં પેપ્સીની પ્રોડક્ટ્સમાં કેન્સરકારી તત્વ મળી આવ્યા છે. સેન્ટર ફૉર એનવાર્નમેન્ટલ હેલ્થે બુધવારે કહ્યું હતું કે પેપ્સીમાં ઉપયોગ કરવામાં આવેલા કૈરામેલ કલરિંગમાં હજુ સુધી પણ કેન્સરકારી તત્વ ચિંતાજનક સ્તર ઉપલબ્ધ છે. જો કે પેપ્સી કંપનીએ કહ્યું હતું કે તે પોતાનો ફોર્મૂલો બદલશે જેથી આ સંભાવનાઓને ખતમ કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં પેપ્સિકો અને કોકાકોલા બંને જ કંપનીઓએ કહ્યું હતું કે તે રાષ્ટ્રીય સ્તર પર પોત-પોતાના ફોર્મૂલામાં બદલાવ કરશે. કંપનીઓએ આ નિવેદન કેલિફોર્નિયા સરકાર દ્વારા એક કાયદો પસાર કર્યા બાદ આપ્યું હતું.
કેલિફોર્નિયાની સરકારે કાયદો પસાર કઈ આ અનિવાર્ય કર્યું હતું કે પેય પદાર્થમાં એક નિશ્વિત સ્તર સુધી જ કેન્સરકારી તત્વ હાજર રહી શકે છે અને સાથે જ કંપનીઓ કેન્સરની ચેતાવણીવાળું લેબલ લગાવવું પડશે. કોલની પ્રોડ્ક્ટસનો ટેસ્ટ પોઝિટીવ ન હતો, તો કેલિફોર્નિયાથી બહાર વેચવામાં આવેલા પેપ્સી ઉત્પાદનોમાં આ તત્વ હજુ પણ ઉપલબ્ધ છે.