વિદેશી મહિલાની કૂખેથી જન્મેલ બાળક ક્યારેય દેશભક્ત ન હોઈ શકેઃ પ્રજ્ઞા ઠાકુર
પોતાના નિવેદનો માટે હંમેશા ટીકાઓનો શિકાર રહેતી સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરીથી એવુ કંઈ કહ્યુ છે જેના પર હોબાળો મચવો નક્કી છે. તેમણે કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધી પર નામ લીધા વિના એક વિવાદિત ટિપ્પણી કરી છે. મીડિયા સાથે વાત કરતા પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે વિદેશી મહિલાા ગર્ભમમાંથી જન્મેલ વ્યક્તિ ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.

એક વિદેશીના પેટમાંથી જન્મેલ વ્યક્તિ શું જાણે દેશપ્રેમ શું છે?
સાંસદે કહ્યુ કે કોંગ્રેસે પોતાનામાં ઝાંખીને જોઈ લેવુ જોઈએ એક વાર, તેમની પાર્ટીમાં ન તો બોલવાની સભ્યતા છે, ના તો સંસ્કાર છે અને ના દેશભક્તિ. હું તો એક જ વાત કહીશ, તેમના નેતા બે-બે દેશોની સભ્ય છે, દેશભક્તિ આવશે ક્યાંથી, એક વિદેશીના પેટમાંથી જન્મેલાને શું સમજમાં આવશે કે દેશ અને દેશપ્રેમ શું હોય છે?

પ્રજ્ઞા ઠાકુરને યાદ આવ્યા ચાણક્ય...
પ્રજ્ઞા ઠાકુરના કથનનો ઉલ્લેખ કરીને કહ્યુ કે ચાણક્યએ કહ્યુ હતુ કે જે આ ભૂમિનો પુત્ર છે, અહીં જન્મ્યો છે એ જ આ દેશની રક્ષા કરી શકે છે, વિદેશી મહિલાા ગર્ભમાંથી જન્મેલો કોઈ દેશભક્ત ન હોઈ શકે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પ્રજ્ઞા ઠાકુરે કોંગ્રેસ પાર્ટી પર તેમને યાતના આપવાનો આરોપ લગાવ્યો હતો. સાધ્વીએ કહ્યુ હતુ કે કોંગ્રેસ રાજમાં આપવામાં આવેલી યાતનાઓના કારણે તેમની એક આંખની રોશની જતી રહી હતી. પોતાની તબિયત વિશે જણાવતા તેમણે કહ્યુ હતુ કે પૂર્વ યુપીએ સરકારમાં તેમને શારીરિક યાતનાઓ આપવામાં આવી, તેમની સાથે મારપીટ કરવામાં આવી જેના કારણે તેમની એક આંખ ખરાબ થઈ ગઈ.

મારી એક આંખની રોશની જતી રહીઃ પ્રજ્ઞા ઠાકુર
પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ હતુ કે મે નવ વર્ષ સુધી કોંગ્રેસની યાતનાઓ સહન કરી. આ દરમિયાન મને શરીર પર ઘણી જગ્યાએ ઈજાઓ થઈ. મારી આંખોથી લઈને માથા સુધી સોજા આવી ગયા હતો, આના કારણે મને આજે પણ એક આંખમાં ધૂંધળુ દેખાય છે અને બીજી આંખમાં તો બિલકુલ નથી દેખાતુ. તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં માલેગાંવ વિસ્ફોટ મામલે આરોપી રહેલી સાધ્વી પ્રજ્ઞા સિંહે કોગ્રેસ પર જેલમાં રહેવા દરમિયાન ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.
UPના રાજ્યપાલ આનંદીબેનને રાષ્ટ્રપતિએ આપી MPની વધારાની જવાબદારી