શિવસેના, કોંગ્રેસ અને એનસીપી ગઠબંધન સામે દાખલ અરજી સુપ્રીમે ફગાવી
મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ સરકારની રચના કરવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનને ગેરબંધારણીય ઘોષિત કરવા સામે દાખલ અરજીને આજે એટલે કે શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કેસની સુનાવણી કરીને સર્વોચ્ચ અદાલતે કહ્યુ કે અમને એ ક્ષેત્રોમાં જવાની અપેક્ષા ના કરો જ્યાં અદાલતનો કોઈ અધિકાર ક્ષેત્ર નથી. ઉલ્લેખનીય છે કે ભાજપથી અલગ થયા બાદ શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે.
તમને જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી બાદ સીએમ પદ માટે ભાજપ અને શિવસેના વચ્ચે ચાલેલો વિવાદ ગઠબંધન તૂટ્યા બાદ જ ખતમ થયો. સરકાર રચવા વિશે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યુ જેના માટે સુપ્રીમ કોર્ટમાં અખિલ ભારત હિંદુ મહાસભા પ્રવકતા પ્રમોદ પંડિત જોશીએ અરજી દાખલ કરી. પ્રમોદ પંડિતે અરજીમાં આરોપ લગાવ્યો કે શિવસેનાએ પોતાનુ વચન તોડ્યુ છે અને એનસીપી-કોંગ્રેસ સાથે ગેરબંધારણીય ગઠબંધન કર્યુ છે.
શુક્રવારે સુપ્રીમકોર્ટે અરજીને ફગાવીને કહ્યુ કે રાજકીય પક્ષોએ જનતાને આપેલા વચનોનુ પાલ કરવુ પડશે. અમે આશા રાખીએ છીએ કે પાર્ટીઓ વચનનુ પાલ કરશે પરંતુ જો કોઈ કારણથી તે ન કરે તો અમે આના માટે કંઈ નકરી શકીએ. ન્યાયાલયે પ્રમોદ પંડિત જોશીની અરજી પર કહ્યુ કે જે ક્ષેત્રમાં ન્યાયાલયનો કોઈ અધિકાર નથી ત્યાં અમારી પાસે ચુકાદો સંભળાવાની અપેક્ષા ન રાખો.
આ પણ વાંચોઃ જાણો દર મહિને તમારા ગર્ભવતી થવાની સંભાવના કેટલી હોય છે?